શાહ ગુજરાતની મુલાકાતે! અમદાવાદમાં પોતાના સંસદીય ક્ષેત્રમાં ઉત્તરાયણની ઉજવણી કરશે

અમિત શાહ સંસદીય ક્ષેત્રમાં ઉત્તરાયણની ઉજવણી કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મીડિયા રીપોર્ટ મુજબ, આવતીકાલે શાહ આવતી કાલે સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. 14 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે તેમના સંસદીય ક્ષેત્રમાં ઉત્તરાયણની ઉજવણી કરશે. ગોતાના વંદેમાતરમ ફ્લેટના ધાબા પરથી સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉત્તરાયણ દિવસે પતંગ ચગાવતા જોવા મળશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 13મી અને 14મી તારીખે અમદાવાદ આવશે. જ્યાં તેઓ મહત્વના લોકો સાથે મુલાકાત કરશે અને પોતાના લોકસભા વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ અને અન્ય કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. લોકડાઉનના 7 મહિના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બીજીવાર અમદાવાદ આવી રહ્યા છે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓ 4 દિવસ માટે અમદાવાદ આવ્યા હતા.

 23 ,  1