એક નયા ઇતિહાસ રચેગા..બાબા ફિર સે સીએમ બનેગા…!!

યોગી ઓ યોગી… યુપી મેં કી હોગા..??

યુપીનું રસપ્રદ- ફરી કોઇને સત્તા મળી શકી નથી..

રાજસ્થાન-હિમાચલમાં પણ એવુ જ…પરિવર્તન…

યોગી ફરી જીતશે તો રાજકિય ઇતિહાસ બનશે..

નવુ ગીત- ગોરખપુર વાલે બાબા હૈ…

પંજાવાળા યુપી કરતાં પંજાબ સંભાળે તોય ઘણુ છે…

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ-યુપી-ની વસ્તી 3 ગુજરાત ભેગા કરીએ એટલી એટલે કે 22 કરોડની છે. ગુજરાતની વસ્તી 6થી 7 કરોડની વચ્ચે છે. ગુજરાતની લોકસભાની બેઠકો 26 છે તો યુપીની 80 બેઠકો..ગુજરાત કરતાં 3 ગણાથી પણ વધારે. અને એટલે તો દેશના રાજકારણમાં એમ કહેવાય છે કે યુપી જીતા વો દિલ્હી જીતા….! દિલ્હી જવાનો રસ્તો વાયા યુપી છે અને એટલે જ તો 2014મા વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્રભાઇ મોદીએ વારાણસીની બેઠક પરથી પણ ઉમેદવારી નોંધાવી અને વડોદરાથી પણ જીત્યા બાદ વારાણસીની બેઠક જાળવી રાખીને 2019માં ફરીથી વારાણસી પરથી જ ઉમેદવારી નોંધાવી અને ફરીથી જિત્યા. 2024માં પણ વારાણસી પરથી જ ઉમેદવારી નોંધાવશે તેમાં કોઇ બેમત નથી. પણ તે અગાઉ યુપીને ફરી જીતવાની રાજકિય કવાયત આરંભાઇ ગઇ છે..

5 જૂન,2022ના રોજ પોતાના જીવનની અડધી સદી પૂર્ણ કરવા જઇ રહેલા યુપીના વર્તમાન મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ 26 માર્ચ, 2017ના રોજ યુપીની બાગડોર સંભાળી હતી,.કઠોર સ્વભાવના યોગી યુપીમાં ગોરખપુરમાં સ્થિત ગોરખનાથ મંદિરના પૂજારી છે. હિન્દુત્વના ચહેરા તરીકે યુપીના નવા સીએમ તરીકે તેમની વરણી થઇ હતી અને હવે એમના જ નેતૃત્વમાં ફરી ચૂંટણીઓ માટે ભાજપે રણનીતિ તૈયાર કરીને ચૂંટણીનો ધમધમાટ આરંભ્યો છે.

2017માં યુપી વિધાનસભાની 403 બેઠકોમાંથી ભાજપે મોદીની આગેવાનીમાં અને મોદી મેજિકમાં 303 બેઠકો જીતી હતી. સાથી પક્ષો સાથે 324 બેઠકો મેળવી હતી. સપાને 54, બસપાને 19 અને અન્યોને 6 બેઠકો મળી હતી જેમાં કોંગ્રેસનો સમાવેશ થાય છે….! ગઇ વખતે બે આંકડામાં પણ ન જીતનાર કોંગ્રેસ આ વખતે મહિલા મતદારોના સહારે લખનૌ સર કરવા માંગે છે. પણ યોગી તેમને ફાવવા દેશે…?

દેશમાં કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં પાંચ વર્ષ રાજકરનાર બીજીવાર સત્તામાં આવતા નથી. એક વાર હાર્યા બાદ ફરીથી સત્તામાં આવે પણ સતત બીજીવાર સત્તા મળતી નથી. એ રાજ્યોમાં એક યુપી છે. એક રાજસ્થાન છે. હિમાચલપ્રદેશમાં પણ વારા ફરતી વારો…જેવુ છે. કોંગ્રેસ હારે તો ભાજપ અને ભાજપ હારે તો કોંગ્રેસ….!!

જેમના નામથી યુપીમાં અસામાજિક તત્વો ફફડીને એન્કાઉન્ટરના ભયે સામે ચાલીને જેલમાં જતાં રહેતા હતા તે યોગી જો ફરીથી યુપી જીતશે તો યુપીના રાજકિય ઇતિહાસમાં યોગી….યોગી…થઇ જશે.તેની સાથે તેઓ રાજકિય રીતે પણ કદાવર બની જશે. તેમની કામ કરવાની શૈલી પક્ષમાં ઘણાંને ફાવતી નથી અને એટલે જ તેમણે દિલ્હીથી મોકલાયેલા એ.કે. શર્માને સરકારમાં સ્થાન આપ્યુ નથી. શર્મા હાલમાં તો સંગઠનમાં ગોઠવાયા છે અને શક્ય છે કે ચૂંટણીમાં પણ તેમને તક અપાશે.

યુપીમાં ફરી જીતવાની તમામ જવાબદારી યોગી પોતાના શિરે ઉપાડી લે તેવા ખમતીધર તો છે જ તેમ છતાં તેઓ પક્ષના એક શિસ્તબધ્ધ સૈનિક પણ હેોવાથી પક્ષનો આદેશ શિરોમાન્ય ગણીને પ્રચારમાં બીજાને પણ તક આપી શકે. યોગી ભલે પોતે આગળ રહે પણ યુપીમાં ભાજપની જીત મોદીને જ આભારી હશે. યોગીએ પણ તેમના હાથ નીચે અને તેમના આદેશ પ્રમાણે પ્રચાર -પ્રસાર કરવો પડશે. યોગીની સાથે પક્ષની નેતાગીરી સામે પણ યુપીની ચૂંટણીઓ પડકાર સમાન છે.

લખીમપુર ખીરીમાં કિસાનોને કચડી નાંખવાની ઘટનાના પ્રત્યાઘાતો પડી શકે. કિસાન આંદોલન હજુ થમ્યુ નથી. પૂર્વાંચલ, જાટબેલ્ટ વગેરે.માં કિસાનો નારાજ છે. ચૂંટણીઓમાં તેની અસર થઇ શકે. જો કે માર્ચ-2022માં યુપી સહિત પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં મામલા સુલઝ સકતા હૈ…! કૈસે…? ઇન્તેજાર….ઇન્તેજાર….

યુપીમાં ફરી સીએમ બનીને યોગી એક નવો રાજકિય ઇતિહાસ રચશે કે પછી સપાની સાયકલ ફરી લખનૌની સડકો પર દોડશે એ તો પરિણામ કહેશે પણ યોગી માટે યે ઇશ્ક નહીં આસાન…ની જેમ એકલે હાથે ચૂંટણીઓ જીતવા કરતાં સૌનો સાથ-સૌનો પ્રયાસ…સૂત્ર અપનાવવો પડશે. અન્ય પક્ષોમાં સપાના અખિલેશ યાદવે બીજા પક્ષો સાથે હાથ મિલાવ્યાં છે. બ્રાહ્મણ મતો પર આધાર રાખીને બસપાના માયાવતીએ આ વખતે એકલો જાને રે…ની જાહેરાત કરી છે.

કોંગ્રેસને એવી આશા છે કે યોગીની કાર્યશૈલીથી નારાજ લોકો અને લખીમપુર ખીરીમાં પ્રિંયકા ગાંધીને મળેલી સફળતાં અને 22 કરોડમાંથી અંદાજે 15 કરોડ મતદારોમાંથી 7 કકરોડ મહિલા મતદારોના મતો માટે 40 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવા સહિતની અનેક લોભામણી જાહેરાતોના સહારે પંજાને સત્તાની આશા છે. પણ કેજરીવાલ, ઔવૈસી, ટીએમસી અને યોગી પંજાને ફાવવા દે એમ જણાતુ નથી.

રાજકિય નિરીક્ષકો તો ત્યાં સુધી કહે છે કે હાલમાં જ્યાં પંજાની સરકાર છે એ પંજાબમાં પંજો ફરીથી જીતે તો તે એક ચમત્કાર જ ગણાશે..સૈયા ભયે થાનેદાર ઇબ ડર કાહે કા..ને જરા એમ કહીએ કે સિધ્ધુ ભયે થાનેદાર…નૈયા ડૂબોને સે બચેંગી તો….ચન્ની નહીં પણ સિધ્ધુ ભયે પંજાબ દે થાનેદાર…!!

યુપીમાં યોગી કોઇને ફાવવા દે એમ હાલ જણાતુ નથી…યોગી ઇતિહાસ રચવા તૈયાર છે. યોગીએ હાલમાં જ સંવેદનશીલ કૈરોનાની મુલાકાત લીધી અને ત્યાં જે ભાષણ કર્યું તે સાંભળીને એક આરોપીએ પોતાના જામીન રદ કરાવીને જેલ ભેગો થઇ ગયો…!

ગોરખપુર વાલે બાબા હૈ…એવુ એક ગીત ભોજપુરીમાં રમતુ થયું છે ઉપરાંત આયેંગે તો યોગી હી…એવુ એક ગીત પણ વહેતુ થયું છે. જેમાં યોગી સરકારની કામગરીની ભારોભાર પ્રશંસા કરીને ફરીથી ગોરખપુર વાલે બાબા હી આયેંગે….ની સૂરાવલિ ઘર ..ઘર..યોગી..નો સંદેશો પહોંચાડી રહ્યો છે. એક નયા ઇતિહાસ રચેગા..બાબા ફિર સે સીએમ બનેગા…!! બસ આ ચૂંટણીઓ જાહેર થાય એટલી વાર..

 59 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી