ઉત્તરપ્રદેશમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ચૂંટણી યોજાશે કે નહીં?

જાણો ચૂંટણી પંચે શું કહ્યું….

દેશમાં કોરોના-ઓમિક્રોન કેસો વધી રહ્યા છે જેના પગલે ઉત્તરપ્રદેશ, પંજાબ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે કે નહીં તે સવાલ રાજકીય પક્ષો સહિત તમામના મનમાં છે. જેનો જવાબ લગભગ આજે ચૂંટણી આયોગે લખનઉમાં મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજીની આપી દીધો છે. ચૂંટણી આયોગે જણાવ્યું કે, તમામ દળોએ તેમનાં સમય પર જ ચૂંટણી કરાવવાની માંગ કરી છે તેમજ કહ્યું કે, ચૂંટણીની તારીખો 5 જાન્યુઆરી પછી જાહેર કરવામાં આવશે.

આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ આજે લખનૌમાં યુપીના વિવિધ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી અને તેમના સૂચનો લીધા. આ દરમિયાન તમામ રાજકીય પક્ષોએ નિર્ધારિત સમયે ચૂંટણી કરાવવા પર ભાર મૂક્યો. આ સાથે જ ચૂંટણી પંચે યુપીના તમામ ડીએમ અને એસપી સાથે પણ વાતચીત કરી. પંચે આવકવેરા વિભાગ, જીએસટી, ઈડી અને બેંકો સાથે પણ વાત કરી. રાજકીય પક્ષો સાથે બેઠક બાદ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં જણાવ્યું કે અમે રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ બેઠક દરમિયાન ટીએમસી, બીએસપી, કોંગ્રેસ, ભાજપ, સમાજવાદી પાર્ટી અને આરએલડીએ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી. ચૂંટણી પંચે કહ્યું કે વૃદ્ધો, વિકલાંગો અને કોરોના સંક્રમિતોને પણ ઘરેથી મત આપવાની સુવિધા આપવામાં આવશે. સાથે જ મતદાન મથક અને મતદાનનો સમય પણ વધારવામાં આવશે.

નોંધનીય છે કે, અલ્હાબાદ હાઈકોર્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચૂંટણી પંચને કોરોનાની પરિસ્થિતિ જોઈને વિધાનસભા ચૂંટણીને હાલ ટાળવાની અપીલ કરી હતી. ત્યારબાદ મુખ્ય ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશની મુલાકાત કરી પરિસ્થિતિની સમિક્ષા લીધા બાદ કોઈ નિર્ણય કરવાની વાત કહી હતી. ચૂંટણી પંચ ચૂંટણી પહેલા તૈયારીઓની સમિક્ષા લેવા માટે પહેલા જ પંજાબ, ગોવા અને ઉત્તરાખંડનો પ્રવાસ કરી ચૂક્યા છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી