મુકેશ અંબાણી પરિવાર સહિત માયાનગરી છોડી લંડન રહેવા જશે?

રિલાયન્સે કર્યો મોટો ખુલાસો….

દેશ-એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પરિવાર સહિત લંડનમાં સ્થાયી થવાના સમાચાર વાયુ વેગે વહેતા થયા છે. આ સ્થિતિ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું કે, “તાજેતરમાં અખબારોમાં પાયાવિહોણા અહેવાલોએ અફવા ફેલાવી છે કે અંબાણી પરિવાર લંડનના સ્ટોક પાર્કમાં સ્થાયી થવાની તૈયારી કરી રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સ્પષ્ટતા કરે છે કે કંપનીના ચેરમેન અને તેમના પરિવારની લંડન અથવા વિશ્વના અન્ય કોઈ સ્થળે સ્થળાંતર કરવાની કે રહેવાની કોઈ યોજના નથી.

રિપોર્ટમાં જાણો શું કરાયો હતો દાવો

અહેવાલો અનુસાર, મુકેશ અંબાણી પરિવારને લંડન ખસેડવાની યોજના બનાવી રહ્યા છે. અહેવાલ છે કે તેમણે સ્ટોક પાર્ક, બકિંગહામશાયર, લંડનમાં 300 એકરની મિલકત લીધી છે, જ્યાં તે પરિવાર સાથે સ્થાયી થશે. રિપોર્ટ અનુસાર અંબાણીએ આ વર્ષની શરૂઆતમાં 592 કરોડ રૂપિયામાં સ્ટોક પાર્ક પ્રોપર્ટી ખરીદી હતી.

RIIHL તાજેતરમાં જ હસ્તગત કરી છે એક હેરિટેજ પ્રોપર્ટી

રિલાયન્સ ગ્રુપની કંપની RIIHL એ તાજેતરમાં હેરિટેજ પ્રોપર્ટી ‘સ્ટોક પાર્ક એસ્ટેટ’ હસ્તગત કરી છે. તેનો હેતુ સ્થાનિક નિયમો હેઠળ તેને ‘પ્રીમિયર ગોલ્ફિંગ’ અને ‘સ્પોર્ટિંગ રિસોર્ટ’ બનાવવાનો છે. આ એક્વિઝિશન ગ્રુપના ઝડપથી વિકસતા કન્ઝ્યુમર બિઝનેસમાં ઉમેરો કરશે. આ સાથે તે ભારતના હોસ્પિટાલિટી ઉદ્યોગને પણ વિશ્વ સ્તરે લઈ જશે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી