September 19, 2021
September 19, 2021

પેટ્રોલ અને ડીઝલના આભને આંબતા ભાવમાં રાહત મળશે? જાણો નાણામંત્રીએ શું કહ્યું…

UPA સરકારના ઓઇલ બોન્ડને કારણે એક્સાઇઝ ડયુટી ઘટાડવી…

દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાનને આંબી રહ્યા છે. બીજી બાજુ આમ પ્રજા સરકાર પાસે એક્સાઇઝ ડયુટીમાં ઘટાડો કરવાની માંગ કરી રહી છે. આ સ્થિતિ વચ્ચે એક્સાઇઝ ડયુટીમાં ઘટાડો કરવાની માગ વચ્ચે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે બંને ઇંધણની એક્સાઇઝ ડયુટીમાં ઘટાડો કરવામાં નહીં આવે. એક્સાઇઝ ડયુટી નહીં ઘટાડવા પાછળનું કારણ રજૂ કરતા નાણા પ્રધાને જણાવ્યું હતું કે અગાઉની યુપીએ સરકાર ઓલ બોન્ડ લઇને આવી હતી તેના પરનું વ્યાજ હજુ પણ સરકાર ચૂકવી રહી છે.

સિતારમને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ઓઇલ બોન્ડના વ્યાજ પેટે કુલ ૭૦,૧૯૫.૭૨ કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. ૧.૩૪ લાખ કરોડ રૂપિયાના ઓઇલ બોન્ડ પૈકી અત્યાર સુધી ફક્ત ૩૫૦૦ કરોડ રૂપિયાની જ મુદ્દલ રકમ ચુકવવામાં આવી છે. બાકીની ૧.૩ લાખ કરોડ રૂપિયાની મુદ્દલ રકમ ૨૦૨૬ સુધીમાં ચુકવવાની છે.

નાણા પ્રધાનના જણાવ્યા અનુસાર સરકારને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૦,૦૦૦ કરોડ રૂપિયા, ૨૦૨૩-૨૪માં ૩૧,૧૫૦ કરોડ રૂપિયા, ૨૦૨૪-૨૫માં ૫૨,૮૬૦ કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૩૬,૧૯૩ કરોડ રૂપિયા ચુકવવાના છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પેટ્રોલ પરની એક્સાઇઝ ડયુટી ૧૯.૮૮ રૂપિયા હતી જે વધીને ૩૨.૯૦ રૂપિયા થઇ ગઇ છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન રામેશ્વર તેલીએ ગયા મહિને સંસદને જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સની આવક ૮૮ ટકા વધીને ૩.૩૫ લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. જે ગયા વર્ષે ૧.૭૮ લાખ કરોડ રૂપિયા હતી.

 72 ,  1