શું રાહુલ ગાંધી ફરી કોંગ્રેસના અધ્યક્ષ બનશે? CWC બેઠકમાં કહ્યું, હું વિચાર કરીશ

રાહુલ ગાંઘીના હૈયે હતુ તે હોઠે આવ્યું…

કોંગ્રેસ વર્કિગ કમિટીની આજે મળેલી બેઠકમાં પાર્ટીના તમામ સિનિયર નેતાઓ, પંજાબ,રાજસ્થાન તથા છત્તીસગઢના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેના સંદર્ભમાં રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું હતું.

રાહુલે કહ્યું કે તેમણે પાર્ટી નેતાઓ પાસે વિચારધારાના સ્તરે સ્પસ્ટતાની જરુર છે. કેટલાક નેતાઓએ કહ્યું કે ચૂંટણી સુધી તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ રાહુલને અધ્યક્ષનો હોદ્દો સંભાળી લેવાની અપીલ કરી હતી તેમની અપીલના જવાબમાં રાહુલે કહ્યું કે તેઓ જરુરથી વિચારણા કરશે.

કોંગ્રસ પાર્ટીની અંદર છેલ્લા ઘણા સમયથી નેતાઓની અંદરો અંદર જ ભારે ઘમાસાણ ચાલી રહ્યો છે. કોંગ્રેસમાં 23 નેતાઓનો એક વર્ગ છે જે વારંવાર કોંગ્રેસ હાઇકમાંડ સામે જ સવાલો ઉઠાવી રહ્યા હતા અને પાર્ટીની અંદર અધ્યક્ષ પદ માટે ચૂંટણીની માંગ કરવામાં આવી હતી. એવામાં આજે CWCની બેઠક મળી હતી જેમા સોનિયા ગાંધીએ નામ લીધા વિના તમામ નેતાઓને કડક સંદેશ પાઠવી દીધો છે.

સોનિયા ગાંધીએ આજે બેઠકમાં કહ્યું કે હું જ પાર્ટીની ઓલટાઈમ અધ્યક્ષ છું. હું પાર્ટીના નેતાઓ સાથે ખુલ્લા મનથી વાત કરું છું અને મારી સાથે મીડિયાના માધ્યમથી વાત કરવાની જરૂર નથી. હું જાણું છું કે હું કાયમી અધ્યક્ષ નથી, કોરોના વાયરસનાં કારણે પાર્ટીમાં ચૂંટણી થઈ શકી નથી. હવે પાર્ટીનાં સંગઠનની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી