પંચામૃત યોજના દ્વારા ચૂનાવી નૈયા પાર ઉતારવાની રાહુલની યોજના કારગત નીવડશે ?

કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસે પોતાની પાંચ મહત્વની યોજનાઓ પર ભાર મુક્યો છે. જેમાં મનરેગા, ન્યાય, રોજગારી, શિક્ષણ અને ખેતીવાડી મુખ્ય છે. ન્યાય યોજના હેઠળ 20 ટકા ગરીબોને મહિને 6 હજાર અને વર્ષે 72 હજાર આપવાનું વચન છે.

શિક્ષણ ક્ષેત્રે GDPના 6 ટકા ખર્ચ કરવાનું વચન છે. ખેડૂતોના દેવા માફ કરવાની સાથે જે ખેડૂત સમયસર દેવું ભરી ન શકે તેની સામે હવે પોલીસ કેસ નહીં પણ દેવાની કેસ ચલાવવામાં આવશે. મનરેગા હેઠળ વર્ષમાં 150 દિવસની રોજગારી આપવાની વાત છે. તો 31 માર્ચ 2020 સુધીમાં 22 લાખ રોજગારીઓ પૂરી પડવાનું અમૃત વચન આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત, રાજદ્રોહની કલમ નાબુદ કરવાનું વચન આપ્યું છે. જેને લઈને ભાજપે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. લશ્કરને લાગે વળગે છે ત્યાં સુધી AFSPAનો કાયદો દૂર કરવાનું વચન આપ્યું છે. મીડિયામાં ઉદ્યોગ પતિઓની એન્ટ્રીને રોકવા કોંગ્રેસ સત્તા મળશે તો ખાસ કાયદો બનાવશે. જેને લઈને પણ ભાજપે ટીકા કરી છે.

કોંગ્રેસે જાહેર કરેલા ઢંઢેરાને હમ નીભાયેગે અને ‘જન આવાજ’ એવું નામ આપવામાં આવ્યું છે. 2014માં કોંગ્રેસને 10 વર્ષ શાશન કરવા છતાં 15 લાખનું વચન, વર્ષે 2 કરોડની રોજગારી, જેવા વચનોની સામે પ્રજા આગળ જુકી જવું પડ્યું અને માત્ર 44 બેઠકો મળી હતી.

2014 અને 2019માં ઘણું અંતર રાજકીય રીતે જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ માને છે કે રાફેલ સોદામાં ગડબડી અને મહિને 6 હજારની યોજના કોંગ્રેસની ચૂનાવી નૈયાને પાર ઉતારશે અને પાંચ વર્ષ બાદ ફરીથી કોંગ્રેસની સરકાર બનશે એવો આશાવાદ ચાલી રહ્યો છે.

 97 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી