રોહિત શર્મા T-20 બાદ ODIમાં પણ સંભાળશે ટીમની કમાન!

India Vs South Africa: ટેસ્ટ અને વન-ડે સિરીઝની નવી તારીખોની જાહેરાત

ભારતીય ટીમ આ મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે. ભારતીય ટીમનો આ પ્રવાસ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની દહેશત વચ્ચે યોજાઈ રહ્યો છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં 3 વન-ડે અને 3 ટેસ્ટ મેચ રમવાની છે. ત્યારે આ પ્રવાસને લઈ નવી તારીખો જાહેર કરવામાં આવી છે. બીજી બાજુ બીસીસીઆઈ ટી-20 ક્રિકટના ફોર્મેટ બાદ હવે વન-ડે કિક્રેટ ફોર્મેટમાં પણ રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપે તેવી શક્યતા છે.

આ પ્રવાસ દરમિયાન ટેસ્ટ સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે અને વન-ડે સિરીઝ 19 જાન્યુઆરીથી શરૂ થશે. અગાઉ આ સિરીઝ 17 ડિસેમ્બરથી શરૂ થવાની હતી. જોકે હવે તેને 9 દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. આ પ્રવાસ દરમિયાન T-20 પણ રમાવાની હતી. જોકે કોરોનાના ખતરાના કારણે હવે તે પછીથી યોજવામાં આવશે.

ટેસ્ટ સિરીઝનું નવું શિડ્યુલ

પ્રથમ ટેસ્ટ – 26 થી 30 ડિસેમ્બર 2021 (સેન્ચ્યુરિયન)
બીજી ટેસ્ટ – 3 થી 7 જાન્યુઆરી 2022 (જોહાનિસબર્ગ)
ત્રીજી ટેસ્ટ – 11 થી 16 જાન્યુઆરી 2022 (કેપ ટાઉન)

વન-ડે સિરીઝનું નવું શિડ્યુલ

પ્રથમ વન-ડે – 19 જાન્યુઆરી 2022 (પાર્લ)
બીજી વન-ડે – 21 જાન્યુઆરી 2022 (પાર્લ)
ત્રીજી વન-ડે – 23 જાન્યુઆરી 2022 (કેપ ટાઉન)

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ જણાવ્યું કે, ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન કોરોના પ્રોટોકોલનું કડક ધ્યાન રાખવામાં આવશે અને કોઈ બેદરકારી રાખવામાં આવશે નહીં. આમાં કડક બાયો-બબલ્સ બનાવવામાં આવશે.

 117 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી