શું ફરી TATAની થશે Air India?

આ રીતે બની હતી પ્રાઈવેટમાંથી સરકારી કંપની….

દેવામાં ડૂબેલી સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયા માટે ફાયનાન્સિયલ બોલી લગાવીની સમય મર્યાદા બુધવાર સાંજે 6 વાગ્યે પૂરી થઇ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મુજબ ટાટા સન્સ અને સ્પાઇસજેટ સહિત ઘણી કંપનીઓએ એર ઇન્ડિયા માટે ફાયનાન્સિયલ બીડ જમા કરાવી છે જેમાં સૌથી વધુ TATAનું નામ સૌથી આગળ છે.

ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, આ પ્રક્રિયા માટે 15 સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યાની ડેડલાઇન નક્કી કરવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ જો એર ઇન્ડિયા માટે યોગ્ય બોલી મળી જાય છે તો ડિસેમ્બરના અંત સુધી કંપનીને નવા માલિકને સોંપી દેવામાં આવશે. આ પહેલા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ એ ટ્વીટ કરી હતી કે એર ઇન્ડિયામાં રોકાણ માટે ફાયનાન્સિયલ બોલી મળી ગઇ છે અને હવે આ પ્રક્રિયા એના છેલ્લા તબક્કામાં છે. અત્યાર સુધી એર ઇન્ડિયા માટે બે બોલી મળી છે, જેમાં માનવામાં આવે છે કે ટાટા ગ્રુપ આગળ છે.

ઘણી કંપનીઓએ એર ઇન્ડિયાની ખરીદીમાં રસ દાખવ્યો છે. જેમાં ટાટા ગ્રુપનું નામ મોખરે છે. એર ઈન્ડિયાની શરૂઆત Tata ગ્રુપે જ 1932 માં કરી હતી. ટાટા ગ્રુપના જે. આર. ડી ટાટા(JRD Tata)એ તેની શરૂઆત દ્વારા કરવામાં આવી હતી, તે પોતે પણ ખૂબ જ કુશળ પાયલોટ હતા. હવે જ્યારે ટાટા ગ્રુપે તેની ખરીદી માટે નાણાકીય બિડ્સ રજૂ કરી છે, તે જોવાનું બાકી છે કે શું એર ઇન્ડિયા ટાટા જૂથને પાછું આપે છે.

બીજા વિશ્વયુદ્ધ પછી, સામાન્ય હવાઈ સેવા ભારતથી શરૂ થઈ અને પછી તેને એર ઈન્ડિયા નામ આપીને જાહેર ક્ષેત્રની કંપની બનાવવામાં આવી. વર્ષ 1947 માં દેશની આઝાદી પછી, રાષ્ટ્રીય એરલાઈનની જરૂરિયાત અનુભવાઈ અને ભારત સરકારે એર ઈન્ડિયામાં 49% હિસ્સો હસ્તગત કર્યો. આ પછી, 1953માં ભારત સરકારે એર કોર્પોરેશન એક્ટ પસાર કર્યો અને ટાટા ગ્રુપ પાસેથી કંપનીમાં બહુમતી હિસ્સો ખરીદ્યો. આ રીતે એર ઈન્ડિયા સંપૂર્ણપણે સરકારી કંપની બની ગઈ.

નોંધનીય છે કે સરકારે 2018માં ફડચામાં ચાલી રહેલી એર ઇન્ડિયાની 76 ટકા ભાગીદારી વેચવાની રજૂઆત કરી હતી પરંતુ યોગ્ય કિંમત મળ્યો ન હતો. આ વખતે સરકાર કંપનીની 100 ટકા ભાગીદારી વેચી રહી છે.

એર ઇન્ડિયા માટે ટાટા ગ્રુપે એર એશિયા ઇન્ડિયાના માધ્યમથી બોલી લગાવી હતી. એર ઇન્ડિયાની શરુઆત ટાટા ગ્રુપે કરી હતી અને હવે 68 વર્ષ પછી એકવાર ફરી એર ઇન્ડિયાને ટાટા ગ્રુપ ખરીદી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. જેઆરડી ટાટાએ 1932માં ટાટા એર લાઇન્સની શરુઆત કરી હતી અને બીજા વિશ્વયુદ્ધમાં એની સેવા રોકી દેવામાં આવી હતી. એર લાઇન જ્યારે ફરીથી શરુ થઇ ત્યારે 1946માં એનું નામ બદલીને એર ઇન્ડિયા લિમિટેડ નામ આપવામાં આવ્યું હતું. 1953માં એર લાઇનનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી