શું રાજઘાની દિલ્હીમાં લાગશે લોકડાઉન?

સુપ્રીમ કોર્ટની પ્રદૂષણ મુદ્દે કેન્દ્ર અને દિલ્હી સરકારને ફટકાર

દિલ્હી-NCRમાં પ્રદૂષણ મુદ્દે શનિવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, કોર્ટે કેન્દ્રને પ્રદૂષણ સાથે વ્યવહાર કરવા માટે તાત્કાલિક પગલાં તરીકે બે દિવસનું લોકડાઉન લાદવાની સલાહ પણ આપી હતી. આ સાથે કોર્ટે આગામી સુનાવણી સુધી તમામ રાજ્યો અને કેન્દ્ર સરકાર પાસે પ્રદૂષણ ઘટાડવાના પગલાઓ અંગેની ઈમરજન્સી બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી માંગી છે. આ મામલામાં આગામી સુનાવણી 15 નવેમ્બરે થશે.

દિવાળી પછી ખરાબ થયેલી દિલ્હીની હવા હજુ પણ ગંભીર શ્રેણીમાં છે. દિલ્હીની હાલત કેટલી ખરાબ છે એ તમે એનાથી સમજી શકો છો કે દુનિયાનાં 10 સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ નંબરે છે. આ યાદીમાં ભારતનાં મુંબઈ અને કોલકાતા પણ સામેલ છે. સ્વિટ્ઝર્લેન્ડસ્થિત ક્લાઈમેટ ગ્રુપ IQAirએ આ નવી યાદી બહાર પાડી છે. આ ગ્રુપ હવાની ગુણવત્તા અને પ્રદૂષણ પર નજર રાખે છે. આ ગ્રુપ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં ટેક્નોલોજી ભાગીદાર છે.

કોર્ટમાં શું થયું?
જ્યારે સવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી શરૂ થઈ ત્યારે CJI રમન્નાએ સરકારને સીધા સવાલો પૂછ્યા હતા.

તમે જુઓ કે પરિસ્થિતિ કેટલી ખતરનાક છે. આપણે પણ માસ્ક પહેરીને ઘરે બેસવું પડશે. શું પગલાં લેવામાં આવી રહ્યાં છે? તેના પર કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે વાયુ પ્રદૂષણનું પહેલું કારણ સ્ટબલ સળગાવવાનું છે. એસજીએ જણાવ્યું હતું કે ખેડૂતોને પરાળ બાળતા રોકવા માટે કેટલાક નિયમો હોવા જોઈએ, જેથી રાજ્ય સરકારો તેમની સામે પગલાં લઈ શકે.

જો કે, એસજીની આ માંગ પર ચીફ જસ્ટિસે સવાલ ઉઠાવ્યો અને કહ્યું- તમે કહો છો કે તમામ પ્રદૂષણ માટે ખેડૂતો જવાબદાર છે. છેવટે, તેને રોકવાની સિસ્ટમ ક્યાં છે?

તેમણે વધુમાં કહ્યું કે, “અમારે સરકાર સાથે કોઈ લેવાદેવા નથી. પ્રશ્ન એ છે કે આ સમસ્યાનો સામનો કેવી રીતે કરવો. કોઈપણ કટોકટીનું પગલું, કેટલીક ટૂંકા ગાળાની યોજનાઓ, તેને કેવી રીતે નિયંત્રિત કરવી?”

ફટાકડા અને ઉદ્યોગોના પ્રદૂષણનો મુદ્દો પણ ઉઠાવ્યો
પોતાના મુદ્દાને આગળ વધારતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “પ્રદૂષણનો કેટલોક ભાગ પરાળ સળગાવવાને કારણે હોઈ શકે છે, પરંતુ દિલ્હીમાં બાકીનું પ્રદૂષણ ફટાકડા, ઉદ્યોગો, ધૂળ અને ધુમાડાને કારણે છે. આપણે નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લેવા પડશે.” અમને કહો કે શું પગલાં લેવામાં આવશે કંટ્રોલ માટે. જો જરૂર હોય તો, બે દિવસનું લોકડાઉન અથવા બીજું કોઈ પગલું ભરો. આવી સ્થિતિમાં લોકો કેવી રીતે જીવશે?”

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી