ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ યોજાશે કે નહી? જાણો શું કહ્યું આરોગ્ય મંત્રીએ..

અમદાવાદ સહિત મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કેસો વધી રહ્યા છે જેને પગેલ આજે આરોગ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે વાઈબ્રન્ટ સમિટ આર્થિક ગતિવિધિ માટે જરૂરી છે એટલે યોજાશે તેમજ અમદાવાદ સહિત આઠેય મહાનગરોમાં રાત્રીના 11થી 5 સુધીનો કર્ફ્યૂ છે તેને 7 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો અંગે તૈયારીઓને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ 1 લાખ 10 હજાર બેડ ઉપલબ્ધ છે. જ્યારે 15000 ICU બેડમાંથી 7800 બેડમાં વેન્ટીલેટર ઉપલબ્ધ છે. 500થી 1500 બેડની હોસ્પિટલ ઉભી કરવાની તૈયારી ઓમિક્રોનના 97માંથ 41ને રજા આપી આપી દેવામાં આવી છે. જ્યારે નાઇટ કર્ફ્યૂ સહિતના નિયંત્રણો 7 જાન્યુઆરી સુધી યથાવત રાખી છે. આમ હાલ રાતના 11થી સવારથી સવારના 5 વાગ્યા સુધી 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે.

નોંધનીય છે કે, દેશ અને દુનિયામાં કોરોનાના લાખો કેસો આવી રહ્યા છે, જેને પગલે મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારોએ પણ નિયંત્રણો લાદી દીધાં છે. જોકે ગુજરાત સરકાર હજુ આ મામલે જાગી નથી, પરંતુ 29મી ડિસેમ્બરે કોરોના વિસ્ફોટ થતાં જ સરકાર દોડતી થઈ છે. આવતીકાલે એટલે કે 31મી ડિસેમ્બરે કોરોનાની ગાઇડલાઇન્સ પૂરી થઈ રહી છે. આજે આરોગ્ય મંત્રીએ રાજ્યના 8 શહેરોમાં રાતના 11થી સવારના 5 વાગ્યાનો રાત્રિ કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત રાખવાની જાહેરાત કરી છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી