શું યોગી એકલા જ ચૂંટણી પ્રચારની કમાણ સંભાળશે..?

કેટલાંક હોડિંગ્સમાંથી વડાપ્રાધાનની તસવીર ગાયબ

દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં વિધાનસભા ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. કોંગ્રેસની કમાન પ્રિયંકા ગાંધીએ સંબાળી છે તો ભાજપમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એકલા હાથે મોરચો સંભાળે તેમ જણાય છે, કેમકે, કેટલાંક પ્રાચાર માધ્યમોમાં માત્ર યોગીના જ ફોટા જોવા મળી રહ્યા છે.

નરેન્દ્ર મોદી ૧૬ નવેમ્બરે પૂર્વાંચલ એક્સપ્રેસવેનું ઉદઘાટન કરવાના છે પણ આ એક્સપ્રેસવેનાં હોર્ડિંગ્સમાં માત્ર યોગી આદિત્યનાથની તસવીર લગાવાતાં ભાજપમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

આ હોર્ડિંગ્સ દ્વારા યોગીએ સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે, યુપીનો કહેવાતો વિકાસ પોતાને જ આભારી છે. એક્સપ્રેસવેનું નિર્માણ યુપી સરકારની ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવેઝ ઈન્ડસ્ટ્રીયલ ઓથોરિટી કરી રહી છે. યોગીએ હોર્ડિંગ્સ દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે, આ એક્સપ્રેસવેમાં કેન્દ્ર સરકારનું કોઈ યોગદાન નથી અને બધો જશ મને જ જાય છે.પૂર્વાંચલ યોગીનો પોતાનો વિસ્તાર છે તેથી પણ યોગી બીજા કોઈને જશ આપવા  માગતા નથી. ૩૪૧ કિલોમીટરનો આ એક્સપ્રેસવે યુપીનો સૌથી લાંબો એક્સપ્રેસવે છે. લખનૌથી ગાઝીપુર સુધીના આ એક્સપ્રેસવે મારફતે અયોધ્યા, ગોરખપુર, વારાણસી પણ જઈ શકાશે.  

આ એક્સપ્રેસવેના નિર્માણમાં આઝમગઢનું રાધાકિશન મંદિર વચ્ચે આવતું હતું. યોગીએ પોતાની હિંદુવાદી ઈમેજને ધ્યાનમાં રાખીને  ફ્લાયઓવરની વચ્ચે આ મંદિર અકબંધ રહે એ રીતે ડીઝાઈન બનાવડાવી છે. આ વાતનો પણ જોરશોરથી પ્રચાર કરાઈ રહ્યો છે.

 18 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી