સામાન્યરીતે વાવાઝોડું જ્યારે દરિયાકાંઠે આવ્યા બાદ જમીનમાં ટકરાઈ છે ત્યાર પછીથી તે વાવાઝોડું નબળું પડી જતું હોય છે. પરંતુ આવતીકાલે ત્રાટકનાર વાયુ નામનું વાવાઝોડું જમીનને ટકરાયા બાદ પણ નબળું પડવાનું નથી પરંતુ વધુ પાવરફુલ થવાનું છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનો ભય ફેલાયો છે ત્યારે આ વાવાઝોડું ગુજરાતમાં 13 જૂને સવારે 5 વાગ્યે દીવ, ઉના અને કોડિનારથી 170 કિમીની ઝડપે ત્રાટકશે. જે માંગરોળ, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં અસર કરીને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે દ્વારકાથી વાવાઝોડું દરિયા તરફ જશે.
તકેદારીના ભાગ રૂપે સૌરાષ્ટ્રની રેલવે સેવા બંધ કરવામાં આવી છે તથા પશ્ચિમ રેલવે દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ઓખાથી બે સ્પેશલ ટ્રેન દોડાવવામાં આવશે. વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખવા ગાંધીનગર ખાતે સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.
સંભવિત ટાઈમ લાઈન
12-06 સવારે 11 વાગ્યે મુંબઈ પહોંચ્યું, સૌરાષ્ટ્રથી 340 કિમી દૂર
13-06 રાત્રે 3 વાગ્યે વલસાડ પહોંચશે
13-06 સવારે 5 વાગ્યે 165 કિમીની ઝડપે- દીવ, ઉના, કોડિનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં ત્રાટકશે
13-06 સવારે 8 વાગ્યે વેરાવળ, માંગરોળ, માળિયા પહોંચશે
13-06 સવારે 11 વાગ્યે વેરાવળમાં અસર કરશે
13-06 રાત્રે 8 વાગ્યે માંગરોળમાં ત્રાટકશે
14-06 રાત્રે 12 વાગ્યે કચ્છ પહોંચશે
14-06 સવારે 3વાગ્યે નવા બંદર
14-06 સાંજે 6 વાગ્યે દ્વારકા પ્રવેશશે
15-06 રાત્રે 3 વાગ્યે દ્વારકાથી બહાર નીકળશે
16-06 રવિવાર સાંજે સમુદ્રમાં શમી જશે
હેલ્પલાઈન નંબર
દ્રારકા કંટ્રોલ રૂમ નંબર – 02833 – 232125
જામનગર કંટ્રોલ રૂમ નંબર – 0288 – 2553404
પોરબંદર કંટ્રોલ રૂમ નંબર – 0286 – 2220800
દાહોદ કંટ્રોલ રૂમ નંબર – 02673 – 239277
નવસારી કંટ્રોલ રૂમ નંબર – +91 2637 259 401
પંચમહાલ કંટ્રોલ રૂમ નંબર – +91 2672 242 536
છોટાઉદેપુર કંટ્રોલ રૂમ નંબર – +91 2669 233 021
કચ્છ કંટ્રોલ રૂમ નંબર – 02832 – 250080
રાજકોટ કંટ્રોલ રૂમ નંબર – 0281 – 2471573
અરવલ્લી કંટ્રોલ રૂમ નંબર – +91 2774 250 221
44 , 1