ચૂંટણીઓ જીતવી છે..? સામાવાલાને હરાવવા છે..? તો મળો યા લખો- પી.કે…!

જ્યારે પીકે-પ્રશાંત કિશોર એક દિન કા વાઇરલ બના…

શું પીકે આ રીતે ચૂંટણીઓ જીતાડી આપે છે બીજાઓને..?

ભાજપે પીકેનો ઓડિયો ચેટ વાઇરલ કરીને દીદીને દોડતી કરી નાંખી..

ભારતમાં ચૂંટણીઓ જીતાડી આપવી હવે એક વ્યવસાય બની ગયો..

કેટલાક ટીવી મિડિયાએ તો પીકેને વગર સાબુએ ધો ડાલા…

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

ભારતમાં 2014 સુધી જે તે રાજકિય પક્ષોના નેતાઓની લોકપ્રિયતા અને સરકારમાં હોય તો સરકારની કામગીરીના આધારે ચૂંટણીઓ યોજાતી આવી છે. 2014માં લોકસભાની ચૂંટણીઓ પહેલા 2013થી જ ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદીએ મિડિયામાં અને પોતાના પક્ષ ભાજપમાં સામા પ્રવાહે તરીને પોતાને ભાવિ પીએમ તરીકે જાહેર કર્યા અને એક ચમત્કારની જેમ તેઓ જોતજોતામાં વડાપ્રધાન બની પણ ગયા. તેમની ચૂંટણીઓની વ્યૂહરચનાની જવાબદારી પ્રશાંત કિશોર નામની એક વ્યક્તિએ સંભાળી હોવાનું કહેવાયું હતું.

વિદેશમાં ભણેલા પ્રશાંત કિશોરે ભારતમાં રાજકિય પક્ષોને ચૂંટણીઓ જીતાડવાની દુકાન ખોલી છે. મિડિયાથી દૂર રહેનાર અને પી.કે.ના નામથી પણ ઓળખાતાં પ્રશાંત કિશોરે બંગાળની ચૂંટણીઓમાં ભાજપ જીતે છે અને બંગાળમાં કેટલાક લોકો મોદીને ભગવાનની જેમ માને છે એટલે મોદીના નામે ભાજપને મત મળે જ મળે. તેમણે મોદીના નામે એક કલ્ટ સરૂ થયો હોવાનું પણ કહ્યું. કલ્ટ એટલે એક વ્યક્તિથી અંજાઇને તેને ભગવાન માનનારા લોકોનો એક સમૂહ, એક સંપ્રદાય.

પીકેના આ નિવેદનોથી બબાલ મચવી તો ન જોઇએ. પણ મજા એ છે કે કેટલાક પક્ષોને પોતાની સેવા આપતાં આપતાં તેઓ હાલમાં બંગાળના સીએમ મમતાદીદીના સલાહકાર છે. તેમણે મજૂબત ભાજપની સામે ચૂંટણીઓ કઇ રાતે જીતવી તેની ટીપ્સ દીદીને આપી છે. દીદી તે ટીપ્સ પ્રમાણે ઘાયલ થયા કે તેમને ઘાયલ કરવામાં આવ્યાં એ તો દીદી અને પીકે જાણે. પણ બંગાળની ચૂંટણીના 8 તબક્કામાંથી ચોથા તબક્કાના મતદાનની સવારે જ ભાજપે પીકેનો એક ઓડિયો ચેટ એવો વાઇરલ કર્યો…એવો વાઇરલ કર્યો …

આ ઓડિયો ચેટમાં પીકે પત્રકારોના સવાલોના જવાબમાં કહી રહ્યાં છે કે બંગાળમાં મોદી ખૂબજ લોકપ્રિય છે અને દીદીનો પક્ષ ફરી સરકાર બનાવી શકે તેમ નથી..! મતદાનના દિવસે જ ભાજપે દીદીના સલાહકારનો ઓડિયો વાઇરલ કરતાં 10મીએ યોજાયેલા 44 બેઠકો માટેના મતદાન ઉપર તેની અસર કેટલી થઇ તે પરિણામ પરથી માલુમ પડે. પણ ઓડિયો વાઇરલના પગલે પીકે, ટીવી મિડિયામાં છા ગયે ગુરૂ…છા ગયે..! મતદાનના આખા દિવસ દરમ્યાન પીકે અને ઓડિયો ચેટ…..પીકે અને ઓડિયો ચેટ….! પીકે જાહેર જીવનમાં આવ્યાં પછી જેટલી વાર તેમને ટીવી મિડિયાએ નહીં બતાવ્યાં હોય તેના કરતાં વધારે વખત એક બે નહીં પણ લગભગ તમામ ટીવી મિડિયાએ હિસાબ મુજબ તેમને બતાવ્યાં. પીકેને તો મજો પડી ગયો હશે…

ઓડિયો વાઇરલ થયાં બાદ પીકે દિવસ દરમ્યાન ટીવી મિડિયાને કહી કહીને થાક્યો- મેરી પૂરી ઓડિયો ચેટ બતાઇએ-સુનાઇયે..પણ ટીવી મિડિયાએ કોમેડિયન કપિલ શર્માની જેમ કહ્યું હશે-બાબાજી કા ટુલ્લુ…! લે..લેતો જા..તુ ડાલ..ડાલ..તો હમ પાંત…પાંત…! ચતુર ભાજપે, કરોડો રૂપિયાની ફી લઇને બંગાળમાં દીદીને જીતાડવા નિકળેલા ચૂંટણી રણનીતિકારના ઓડિયો ચેટમાંથી પસંદગીનો ભાગ વાઇરલ કરીને ટીએમસીને જે રાજકિય પછડાટ આપવી હતી તેમાં સફળ થયાં.અને પીકે દેખતા હી રહ ગયા…!

કેટલાક ટીવી મિડિયાને પીકે નહીં ગમતા હોય એટલે આજ આયા ઉંટ પહાડ કે નીચે…કહેવતની જેમ પીકેનો વારો કાઢી નાંખ્યો…વોશિંગ પાવડર વગર જ ધો ડાલા..! આને કહેવાય મિડિયા રણનીતિ… અને ભાજપે પૂરવાર કર્યું કે હમ કિસીસે કમ નહીં..! ચૂંટણીઓ આ રીતે જીતાય છે…એવો સંદેશો પણ પીકેને આપ્યો હશે. સમસમીને રહી ગયો હશે પીકે બિચ્ચારો…પેલા પીકે ફિલ્મના હિરો આમિરખાનની જેમ…!

પીકે સંબંધિત ખબરેં બતાતે હૈ કી, તેમણે 2019માં કેજરીવાને જીતાડવામાં મદદ કરી, બિહારમાં તાજેતરમાં સુશાસનબાબુને મદદ કરી. તે પહેલા 2016માં કોંગ્રેસે ગુજરાતની ચૂંટણી વ્યૂહરચના માટે તેમનો ઉપયોગ કર્યો. તેમણે શિવસેનાને પણ પોતાના અનુભવનો લાભ આપ્યો અને છેલ્લે બંગાળમાં ટીપ્સબુક બનાવીને દીદીને આપ્યા બાદ પીકે કોલકાતાથી ઉડીને ઉડતા પંજાબ પહોંચ્યા અને કોંગ્રેસના સીએમ કેપ્ટન અમરિન્દરસિંગના સલાહકાર બન્યા છે..! હે પંજાવીર…સંભાલજો…ક્યાંક બીજો ઓડિયો ચેટ ના આવી જાય…!

પંજાબમાં ટૂંક સમયમાં જ વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. તો શું પીકે એક એવી મશીન બની ગયા કે તેઓ કોઇને પણ ચૂંટણીઓ જીતાડી આપે…? અને જો ખરેખર એવુ હોય તો કોંગ્રેસ-સપા-બસપા પક્ષોએ પોતાની સરકારની છાપ ખરાબ હોય તો પણ પીકેના મશીનનો ઉપયોગ કરીને પક્ષની અને સરકારની ખરાબમાં ખરાબ કામગીરીના જીદ્દી દાગ પીકે મશીનમાં ધોઇને સત્તા મેળવે…! સત્તા અપાવવાની ફી..? 100 કરોડ…? ના.. ના આ આંકડો તો મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખની સાથે જોડાયેલો છે…! તો પછી 50 કરોડ…? અરે, યાર આ આંકડો પણ મહારાષ્ટ્રના એક મંત્રી અનિલ પરબની સાથે જોડાયેલો છે…!

તો પછી..? જાનમ સમજા કરો…બની શકે કે પીકેનો એ ઓડિયો ચેટ હનીટ્રેપ નહીં હોય તેની શું ખાતરી..? બંગાળમાં હજુ ચૂંટણીઓ પૂરી થઇ નથી, હજુ તો 50 ટકા જ મતદાન થયું છે. અને એવા સમયે તેઓ દિલ્હીમાં પત્રકારોના કલબ હાઉસ ઓડિયો ચેટમાં ભાગ લઇને બંગાળની ચૂંટણીઓ અંગે જેમને જીતાડવાની ફી લીધી હોય, ટીપ્સ આપી હોય અને પોતે દાવો કરતો હોય કે ભાજપ બંગાળમાં 294માંથી 100 બેઠકો પણ નહીં જીતે….એ ચૂંટણી રણનીતિકાર આટલી સહેલાઇથી પત્રકારોની સાથેની ઓડિયો ચેટમાં એમ કહે કે ……અને બંગાળમાં દીદી નહીં પણ મોદી જીતી રહ્યાં છે…? …?!

દાલ મેં કુછ કાલા હૈ…? નહીં..નહીં..દાલ મે નમક તો ડાલા હૈ…લેકિન પીકે ભૈયા, બંગાળ મેં અપની ટીપ્સબુકરૂપી દાલ મેં નમક ડાલના ભૂલે હૈ…!! ટીવી મિડિયા મેં એક દિન કે લિયે છા જાનેવાલે પીકે કો ભાજપા વંદન કરતે હૈ…અભિનંદન કરતે હૈ…ઔર માથે પર ચંદન લગાકર દો મઇ કે બાદ મમતાદીદી કો મંદિર કી ચૈખટ પર મત્થા ટેકતે હુયે યે ગીત સુનના ચાહતે હૈ- ક્યા મિલ ગયા ભગવાન તુઝે દિલ કો રૂલા કે…અરમાનોં કી નગરી મેં મેરી આગ લગા કે…રધુપતિ રાઘવ રાજારામ…!

-દિનેશ રાજપૂત

 81 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર