મહિલા સશક્તિકરણનો શ્રેષ્ઠ દાખલો, આ રહ્યો…

પગાર 4500, સ્થાન મળ્યું દુનિયાના શક્તિશાળી મેગેઝિનમાં, જાણો..

ઓડિશાના કુલ્લુ સુંદરગઢ જિલ્લામાં છેલ્લા 15 વર્ષથી આશા કાર્યકર તરીકે કામ કરતા મહિલા મતિલ્દા કુલ્લુને ફોર્બ્સ દ્વારા વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ફોર્બ્સ ઇન્ડિયાએ વુમન પાવર લિસ્ટ 2021 રજૂ કરી દીધું છે જેમાં આ યાદીમાં અરૂંધતિ ભટ્ટાચાર્ય, અપર્ણા પુરોહિત, સાન્યા મલ્હોત્રા જેવા દિગ્ગજ નામોની વચ્ચે ઓરિસ્સાના સુંદરગઢ જિલ્લાના આશા વર્કર મતિલ્દા કુલ્લૂ એ જગ્યા બનાવી છે.

મતિલ્દા અહીંના બારાગાંવ જિલ્લામાં ફરજ બજાવે છે. તેમની અત્યાર સુધીની સફર સંઘર્ષ અને મુશ્કેલીઓથી ભરેલી રહી છે. ક્યારેક લોકો તેમની સલાહ અને તેમના શબ્દોની મજાક ઉડાવતા હતા.

આશા વર્કર તરીકે તેઓ ગામમાં ઘરે-ઘરે જઈને નવજાત શિશુઓ અને કિશોરીઓને રસી આપવાનુ, મહિલાઓની પ્રિ- અને પોસ્ટ-ડિલિવરી બાદ સંભાળ રાખવાનુ કામ કરે છે. આ ઉપરાંત, બાળકના જન્મ પહેલા મહિલાઓને જરૂરી સાવચેતીરાખવા માટે સલાહ આપવાનુ ગ્રામજનોને HIV અને અન્ય ચેપથી દૂર રહેવાની સલાહ આપવાનું પણ તેમનું કામ છે.

માટિલ્ડા કહે છે કે, શરૂઆતમાં અહીંના લોકો જ્યારે બીમાર પડતા ત્યારે તેઓ હોસ્પિટલ જતા ન હતા. જ્યારે હું તેમને હોસ્પિટલમાંથી સારવાર કરાવવા માટે કહેતી હતી ત્યારે તે મારી મજાક ઉડાવતા હતા. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ લોકો મારી વાત સમજવા માંડ્યા હતા.હવે ગ્રામજનો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે. દરેક નાની-મોટી બીમારીની સારવાર માટે હોસ્પિટલ પહોંચે છે.

પહેલા લોકો સારવાર માટે હોસ્પિટલ જવાને બદલે કાળા જાદુનો આશરો લેતા હતા. લોકોની આ માનસિકતા બદલવી એ માટિલ્ડા માટે ખૂબ જ પડકારરૂપ કામ બન્યુ હતુ. માટિલ્ડાના પ્રયાસોને કારણે ગામમાં કાળા જાદુ જેવા સામાજિક શ્રાપને જડમૂળથી નાબૂદ કરી શકાયો હતો.ગામમાં આ મોટો બદલાવ લાવવામાં અને લોકોને સ્વસ્થ રાખવામાં તેમના યોગદાનને કારણે ફોર્બ્સે તેમને વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ કર્યા છે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી