શેર બજારની શરૂઆત નબળાઈ સાથે, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટ્યો

ડેલ્ટા વેરીએન્ટના કેસો વધતા વિશ્વભરના શેરબજારોમાં પણ ગાબડા

સપ્તાહના બીજા દિવસે આજે ભારતીય શેર બજારની શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સેન્સેક્સ 300 પોઈન્ટ (0.57)ના ઘટાડા સાથે52,251.25ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી 92 પોઈન્ટ (0.549ટકા)ના ઘટાડા સાથે 15,659.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

વિશ્વભરના દેશોમાં કોરોનાના ડેલ્ટા વેરીએન્ટના કેસોમાં વધારો તથા ફુગાવામાં વધારો થવાના અહેવાલો પાછળ એશિયાઈ, યુરોપીયન શેરબજારોમાં નોંધાયેલા ગાબડા પાછળ આજે મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં 587 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જે 30 એપ્રિલ પછીનો સૌથી મોટો એક દિવસીય કડાકો છે. અમેરિકન શેરબજારમાં પ્રારંભિક તબક્કામાં 900થી વધુ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો.

ડેલ્ટા વેરીએન્ટ પ્રબળ બનતા વિશ્વના દેશો દ્વારા અંકુશો અમલી બનાવાતા આગામી સમયમાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ ખોરવાઈ જવાની દહેશત ઉદ્ભવી છે. તો બીજી તરફ વધતા ફુગાવાની પણ વૈશ્વિક અર્થતંત્ર પર અસર થવાની ભીતિ પ્રવર્તતી હતી.

વૈશ્વિક બજારમાં કરન્સી બાસ્કેટમાં ડોલરની મજબૂતાઈની બીજી તરફ અમેરિકન બોન્ડની યીલ્ડ ઘટીને 1.25 ટકાની તળિયાની સપાટીએ ઉતરી આવતા વિશ્વભરના બજારોમાં ગભરાટ વધ્યો હતો. આ અહેવાલો પાછળ આજે એશિયાઈ શેરબજારોમાં બે ટકા સુધીના ગાબડા નોંધાયા હતા. જયારે યુરોપીયન શેરબજારો અઢી ટકા આસપાસ તૂટયા હતા.

ભારતીય શેરબજારોમાં ગભરાટભરી વેચવાલીના પગલે બીએસઇ સેન્સેક્સ 586.66 પોઇન્ટ તૂટીને 52553.40ની સપાટીએ ઉતરી આવ્યો હતો. જ્યારે નિફ્ટી 171 પોઇન્ટ તૂટીને 15752.40ના મથાળે નરમ રહ્યો હતો. સેન્સેક્સમાં બોલેલા કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાંથી (બીએસઇ માર્કેટ કેપ) રૂા. 1.31 લાખ કરોડનું ધોવાણ થતા અંતે રૂા. 2.33 લાખ કરોડ રહી હતી.

આ અહેવાલ પાછળ અમેરિકી શેરબજાર ખાતે પણ આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં કડાકો બોલી ગયો હતો. મોડી સાંજે આ લખાય છે ત્યારે ડાઉજોન્સ ઇન્ડેક્સ 770 પોઇન્ટ તૂટીને 33917.54ના તળિયે ઉતર્યો હતો. જ્યારે નાસ્ડેક 130 પોઇન્ટ તૂટીને 14296.50ની નીચી સપાટીએ કાર્યરત હતી.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.34 ટકા સુધી લપસીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.30 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.21 ટકા ઘટીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 230.99 અંક એટલે કે 0.44 ટકાના ઘટાડાની સાથે 52322.41 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 69.60 અંક એટલે કે 0.44 ટકા ઘટીને 15682.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, આઈટી, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, મેટલ અને પીએસયુ બેન્ક શેરોમાં 0.04-1.12 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 1.11 ટકાના ઘટાડાની સાથે 34,690.70 ના સ્તર પર છે. જ્યારે એફએમસીજી શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં એચચસીએલ ટેક, એચડીએફસી બેન્ક, ઓએનજીસી, સિપ્લા, ભારતી એરટેલ અને હિંડાલ્કો 1.10-2.46 ટકા સુધી તૂટીને કારોબાર કરી રહ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેંટ્સ, પાવર ગ્રિડ, ગ્રાસિમ અને ડિવિઝ લેબ 0.64-1.72 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે.

મિડકેપ શેરોમાં અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર, અદાણી ગ્રીન, ઈન્ડિયન હોટલ્સ અને આઈજીએલ 1.49-5 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ક્રિસિલ, એસીસી, બર્જર પેંટ્સ, મોતિલાલ ઓસવાલ અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ 1.41-5.78 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં અદાણી ટોટલ ગેસ, આલોક ઈન્ડસ્ટ્રીઝ, એસ્ટ્રોન પેપર, બટર ફ્લાય અને કિટેક્સ ગાર્મેન્ટ્સ 3.43-5 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ઝેન ટેક, ડેટામેટિક્સ ગ્લોબલ, ગોદાવરી પાવર, બ્રાઈટકોમ ગ્રુપ અને ફ્યુચર સ્પલાય 4.62-7.01 ટકા સુધી ઉછળા છે.

 44 ,  1