રાજકોટ: મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત, પ્રેમપ્રકરણની ચર્ચા

શહેરના નવા 150 ફૂટ રોડ પર આવેલા મારૂતિ શો રૂમ પાછળ આવાસ યોજનાના ક્વાર્ટરમાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે. જોકે, પ્રેમ પ્રકરણમાં બંનેએ આપઘાત કરી લીધાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે રાજકોટનાં એએસઆઈ ખુશ્બુબેન રાજેશભાઇ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાએ આપઘાત કરી લીધો છે. તેમણે ગુરુવારે સવારે આપઘાત કર્યાનું માનવામાં આવી રહ્યું છે. રવિરાજસિંહ મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા હતા અને ખુશ્બુબેન ગુજરાત હાઉસિંગ બોર્ડ આવાસ યોજનાના રૂમ નં. 402માં રહેતા હતા.

પોલીસની પ્રાથમિક તપાસ અને બંનેના મૃતદેહને રૂમની પરિસ્થિતિ જોઇ તકીયો આડો રાખી રવિરાજસિંહ ખુશ્બુના માથાના પાછળના ભાગે ફાયરિંગ કર્યું હોવું જોઇએ અને ત્યારબાદ પોતાના લમણે ગોળી ધરબી દીધી હોવાની શંકા સેવાઇ રહી છે. રવિરાજસિંહએ લમણે પિસ્તોલ રાખી ભડાકો કર્યો હોવાની શંકા છે. જેમાં તેને ગોળી આરપાર નીકળી બાજુની દીવાલમાં ખૂપી ગઇ હોવાનું જાણવા મળે છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી