September 27, 2020
September 27, 2020

અમદાવાદ : શાહપુરમાં બિહારના સનકી આશિકના ત્રાસથી મહિલાએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને મહિલાના પતિને મોકલ્યો હતો ટિકટોક વીડિયો, બદનામીના ડરે કર્યો આપઘાત

અમદાવાદ શહેરના શાહપુરમાં એક તરફી પ્રેમીના ત્રાસાથી મહિલાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. મહિલા સનીકી આશિકના ત્રાસથી કંટાળી અને સમાજમાં બદનામીના ડરે આ પગલું ભર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આરોપીએ મહિલાને વિશ્વાસમાં લઇ ટિકટોક વીડિયો બનાવ્યો હતો જે વીડિયો મહિલાના પતિને મોકલી બદનામ કરી દેવાની ધમકી આપતો હતો જેના ત્રાસથી મહિલાએ બે મહિલા પહેલા 29મી જૂનના રોજ ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મહિલાના પિતાએ ગઇકાલે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ બિહારના પટના ખાતે રહેતા મહિલાના પિતાએ ફરિયાદ જણાવ્યું હતું કે, એપ્રિલ 2019માં તેમની પુત્રીના લગ્ન કાનપુરના એક યુવાન સાથે થયા હતા. જોકે લગ્ન બાદ તેઓ અમદાવાદના ખાનપુર ખાતે રહેવા માટે આવ્યા હતા. પિતાના જણાવ્યા મુજબ, તેમના જ ગામમાં રહેતો આરોપી કનૈયા કુમાર રાજપૂત અવાર નવાર દીકરીને હેરાન પરેશાન કરતો હતો. દીકરી જ્યારે પીછો છોડવાનું કહેતી તો ઉશ્કેરાઇ જઇ ધમકીઓ આપતો હતો.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, અક દિવસ આરોપી કનૈયા કુમારે મહિલાને ફોન કરી જણાવ્યું કે, ‘હું તને ભૂલી જઇશ, પરંતુ તારી સાથે એકવાર ટિકટોક વીડિયો બનાવ્યો છે, જેના સહારે આખી જીંંદગી જીવી લઇશ અને તારો પીછો છોડી દઇશ’ આરોપીએ આવી મીઠી વાતો કહી મહિલાને વિશ્વાસમાં લઇ ટિકટોક વીડિયો બનાવ્યો હતો. પરંતુ કનૈયાએ આ વીડિયો પરિણીતાના પતિને મોકલી આપ્યો હતો.

નરાધમ મહિલાને વોઇસ મેસેજ કરીને પણ અતિશય ત્રાસ આપતો હતો. જ્યારે મહિલાની માતાએ આરોપીને ફોન પર મહિલાનો પીછો છોડી દેવા માટે કહ્યું ત્યારે તેને ધક ધમકી પણ આપી હતી. આરોપીના ત્રાસના કારણે અંતે મહિલાએ 29મી જૂનના દિવસે ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

હાલ આ મામલે મહિલાના પિતાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં આરોપી કનૈયા સામે ફરિયાદ નોંધાઇ છે. તો બીજી તરફ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર