ઓફિસમાં ઘુસી મહિલા ડ્રગ્સ ઈન્સ્પેક્ટરની કરી હત્યા, 10 વર્ષ જુની અદાવતનો લીધો બદલો

પંજાબમાં ડ્રગ્સ ઓફિસર નેહા શૌરીની તેમની જ ઓફિસમાં ઘુસીને હત્યા કરી દેવામાં આવતા રાજ્યમાં હડકંપ મચી ગયો છે. ખરડ શહેરમાં ઝોનલ લાઈસેન્સિંગ ઓથોરિટીમાં તૈનાત નેહા શૌરી શુક્રવારે પોતાની ઓફિસમાં હતી ત્યારે આરોપી બલવિન્દરસિંહ પોતાની લાઈસન્સ વાળી રિવોલ્વર લઈને આવ્યો હતો. અને તેણે રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી નેહાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આરોપીએ 10 વર્ષ જુની અદાવતના લીધે મહિલા અધિકારીની હત્યાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નેહા શૌરીએ રોપડમાં જિલ્લા ડ્રગ અધિકારીના પદ પર રહેતા 2009મા આરોપીની મોરિંડા સ્થિત કેમિસ્ટ શોપ પર દરોડા પાડ્યા હતા અને તેનું લાઇસન્સ રદ્દ કરી દીધું હતું.

પંજાબ પોલીસનું કહેવું છે કે તેના લીધે બલવિંદર નેહા શૌરીની વિરૂદ્ધ બદલાની ભાવનાથી ભરાયું હતું અને તેની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. એ સમયે નેહા શૌરી પોતાના ત્રણ વર્ષના ભત્રીજી આરાધ્યા સાથે ત્યાં હતી. આરાધ્યા પહેલી વખત ઓફિસ આવી હતી અને નેહા તેની સાથે વાત કરી રહી હતી. જેવો બલવિંદર ઓફિસમાં પહોંચ્યોને નેહા પર ત્રણ ગોળીઓ ચલાવી.

હેલાં ગોળી છાતી પર લાગી, બીજી ગોળી નાક અને આંખની વચ્ચે અને ત્રીજી ગોળી ખભા પર લાગતા તેનું ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયું. હાલ આ મામલે પોલીસ સઘન તાપાસ હાથ ધરી રહી છે

 40 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર