વીજકંપનીની બેદરકારીથી કરંટ લાગતા મહિલાનું મોત

જીઇબીનો જીવંત તાર મહિલા પર પડ્યો – પતિ બચાવવા માટે બુમો પાડતો રહ્યો

સુરત શહેરમાં અડાજણના ભાઠા ગામમાં જીઈબીનો જીવતો વીજતાર તૂટીને મહિલાના ગળામાં વીંટળાઈ જતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘરના વાડામાં કામ કરતી ભાવના નામની મહિલા ઉપર જીવંત વીજતાર પડતાં પતિની સામે જ જીવતી સળગી ગઇ હતી. જોકે ચાલુ વીજલાઈનને કારણે કોઈ બચાવી શક્યું ન હતું. ઘટનાના એક કલાક બાદ મેઈન લાઈન બંધ કરી મૃતદેહ બહાર કાઢવાની ફરજ પડી હતી.

સુરતમાં ફરી એક વાર વીજ કંપનીની બેદરકારી સામે આવી છે. જોકે અહીંયા આ બેદરકારીને લઈને એક મહિલાને પોતાનો જીવ ગુમાવાની વારો આવ્યો હતો. સુરતના અડાજણ ખાતે આવેલ ભાઠા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની મહિલા ભાવના બેન આજે પોતાના વાડામાં કામ કરી રહી હતી ત્યારે તેમના મકાન પરથી પસાર થતો ડીજીવીસીએલની લાઇનનો જીવતો વાયર ભાવના બેન પર તૂટીને તેના ગાળામાં વીંટળાઈ જતા ભાવના બેન જમીન પર ઢળી પડ્યા હતા.

મહિલાએ પોતાને બચાવવા જોર જોરથી બુમો પાડી હતી. બચાવો બચાવોની બુમો પાડતા આખું ફળિયું ભેગું થઈ ગઈ પણ કોઈ ભાવનાને બચાવી ન શક્યું. કારણકે વાયર જીવિત હતો જોકે આ ઘટના ને લઈને ભાવના બેનનું તેમના પતિ અને બાળકો સામે મુત્યુ થયું હતું.

 58 ,  1