લખનૌથી મુંબઈ જતી ટ્રેનમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ

ટ્રેનમાં લૂંટ કરવા ઘૂસેલા લૂંટારૂઓએ યુવતીને પીંખી નાખી….

દેશમાં હવે દિવસેને દિવસે મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઇ રહ્યા છે. લખનૌથી મુંબઈ આવતી ટ્રેન પુષ્પકલ એક્સપ્રેસમાં એક મહિલા સાથે બદમાશોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ટ્રેનમાં 7 થી 8 ચોર ઘુસી ગયા હતા. અને યાત્રિઓ સાથે લૂંટફાટ કરી હતી. ત્યાર બાદ લૂંટારૂઓએ ટ્રેનમાં મુસાફરી કરતી 20 વર્ષીય યુવતીનો ગેંગ રેપ કર્યો હતો. 

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ચાલુ ટ્રેનમાં યુવતી સાથે કથિત ગેંગ રેપની સનસનીખેસ ઘટના સામે આવી છે. પીડિત યુવતી લખનૌથી મુંબઈ જનારી પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં સવાર હતી. માનવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં પહેલા યુવતીનો સામાન લૂંટવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારબાદ સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

પોલીસના કહેવા પ્રમામે ટ્રેન જ્યારે ઘાટ વિસ્તારમાં હતી ત્યારે લૂંટારુઓએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં જ્યારે કસારા રેલ્વે સ્ટેશન આવ્યું ત્યારે પીડિતાએ મુસાફરોની મદદ માગી હતી. લૂંટારુઓએ મુસાફરોના 96 હજારના મોબાઆલ તો લૂંટ્યા સાથેજ તેમણે 34 હજાર રોકડ રકમની પણ લૂંટ કરી હતી.

મુંબઈ જીઆરપીના પોલીસ આયુક્ત કૈસર ખાલિદે જણાવ્યું હતું કે કથિત ગુનાને ત્યારે અંજામ આપવામાં આવ્યો જ્યારે એક્સપ્રેસ ટ્રેન ઘાટ ખંડથી પસાર થઈ રહી હતી. ખાલિદે એક ટ્વીટ કરતા ઘટના અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ની જાણકારી આપી હતી.

તેમણે કહ્યું હતું કે આરોપીઓ ઈગતપુરી (ઔરંગાબાદ રેલવે જિલ્લા)માં લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસના સ્લીપર બોડી ડી-2માં સવાર હતા અને રાત્રી દરમિયાન ટ્રેન ઘાટ ક્ષેત્રમાં પસાર થઈ ત્યારે ગુનાને અંજામ આપ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રેન કસારા પહેંચવા પર યાત્રીઓની મદદ માંગી હતી. તેમણે કહ્યું કે જીઆરપી મુંબીના અધિકારી અને કર્મચારી તત્કાલ પગલાં ભર્યા હતા. તેમણે કહ્યું કે અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરવાામાં આવી છે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી