સુશાસન રાજ..! બક્સરમાં પુત્રની હત્યા બાદ મહિલાને બંધક બનાવી કર્યો ગેંગરેપ

બક્સરમાં મહિલા સાથે દરિંદગી, ગેંગરેપ બાદ મહિલાને ફેંકી કેનાલમાં, માસૂમની પણ કરી હત્યા

બિહારના બક્સરમાં 5 વર્ષના પુત્રની હત્યા બાદ માંને બંધક બનાવી ગેંગરેપનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે.

બક્સર જિલ્લાના એક ગામની એક મહિલા તેના પાંચ વર્ષના પુત્ર સાથે મુરાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બેંકમાં પૈસા જમા કરવા જઇ રહી હતી. આ દરમિયાન સૂમસામ જગ્યા યુવકોએ મહિલાને ઘેરી લીધી હતી, બદમાશ યુવકોએ મહિલાના માસૂમ પુત્રની હત્યા કર્યા બાદ લાશને નહેરમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ મહિલાને બંધક બનાવીને તેની સાથે હેવાનિયતની ઘટનાને અંજામ આપ્યો હતો. ગેંગરેપ બાદ આરોપીએ મહિલાને ઈજા પહોંચાડી હતી અને તેને પણ કેનાલમાં ફેંકી દીધી હતી.

પીડિત મહિલાના પિતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી તેના 5 વર્ષના બાળક સાથે બેંક માટે નીકળી હતી, પરંતુ 11 વાગ્યા બાદ તેનો મોબાઇલ બંધ થઈ ગયો. તેમણે કહ્યું કે સવારે નદીમાં દીકરી સાથે તેનો બાળક પણ મળી આવ્યો હતો. મહિલાને તો બચાવી લેવામાં આવી, પરંતુ બાળકનું મોત થઈ ગયું.

ઘટનાની જાણ થતા જ પોલિસ આવી અને બાળકના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલ્યો અને મહિલાને પણ મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઇ જવામાં આવી છે. પોલીસે જણાવ્યં કે મહિલાએ બે વ્યક્તિના નામ આપ્યા છે જેમણે તેની સાથે દુષ્કર્મ કર્યુ છે. પોલીસ આ બંને આરોપીઓને પકડવા માટે પ્રયત્નો કરી રહી છે. આ ઘટાના બાદ પ્રદેશના લોકોમાં ગુસ્સાની લાગણી જોવા મળી છે. લોકો આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર