ઘરમાં પણ મહિલાઓ અસલામત: યુવકે રાત્રે પી.જી.માં ઘુસી યુવતી સાથે કરી છેડછાડ

મેગાસિટી અમદાવાદમાં ઘરમાં ઘુસી મહિલા સાથે શારિરીક છેડતીનો ઘૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે. સી.જી.રોડ વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં પી.જી. માં રહેતી યુવતી સાથે અજાણ્યા શખ્સે છેડછાડ કરી હોવાની વિગતો મળી છે.

આ યુવતી સોમવારે રાત્રે તેના ઘરમાં સુઈ રહી હતી ત્યારે પી.જી. નું બારણું ખુલ્લું રહી જતા અજાણ્યો શખ્સ ઘરમાં પ્રવેશી ગયો હતો અને બારણા પાસે સોફા પર સુઈ રહેલી યુવતી સાથે છેડછાડ કરી હતી. માનવતાને શર્મસાર કરતી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે.

આ શખ્સે અંદર રૂમમાં સુઈ રહેલી યુવતીઓ પાસે પણ જવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એક યુવતી તેને જોઈ જતા તે ત્યાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પી.જી. સંચાલકને થતા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પી.જી.ના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા મામલાની સઘન તપાસ ચાલી રહી છે.

આ ફ્લેટના રહીશોએ સમગ્ર ઘટનામાં દોષનો ટોપલો પી.જી. સંચાલક પર ઢોળ્યો છે. કેટલાક રહીશોનું કહેવું છે કે ફ્લેટમાં પી.જી. ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું હતું, તો કેટલાક રહીશોએ યુવતી સાથે સહાનુભુતિ પણ દર્શાવી છે.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી