મહિલાને સહકર્મી સાથે થયો પ્રેમ, લગ્ન માટે દબાણ કરતા પ્રેમીએ નદીમાં ફેંકી દીધી

TRB જવાન વિરુદ્ધ હત્યા-અપહરણનો ગુનો દાખલ

સુરતમાં પ્રેમપ્રકરણમાં હત્યાની સનસની ઘટના સામે આવી છે. TRBમાં ફરજ બજાવતી મહિલાને સહકર્મી સાથે પ્રેમ થયો હતો. મહિલા સહકર્મી TRB જવાને લગ્ન માટે દબાણ કરતી હતી. જેથી છુટકારો મેળવા જવાને પ્રેમિકાને મહારાષ્ટ્ર લઇ જઇ તાપી નદીમાં ફેંકી દીધી હતી.

સુરતના સયૈદપુરા ખાતે રહેતી અને છેલ્લા કેટલાક સમયથી પોતાના પતિને છોડી બે સંતાનો સાથે રહેતી અને સુરત ટ્રાફિક પોલીની મદદ કરતી મહિલા TRB તેની સાથે કામ કરતા જવાન TRB રાહુલ નામના યુવાન સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બધાયા હતા.

6 મહિનાનાં પ્રેમ બાદ મહિલા રાહુલ લગ્ન કરવા દબાણ કરતી હતી. રાહુલ તે માટે તૈયાર નહોતો. મહિલા રાહુલને ધમકી આપતી કે જોતે લગ્ન નહીં કરે તો પોલીસ કેસમાં ફસાવી દેશે. રાહુલ મહિલાથી છુટકારો મેળવવા માંગતો હતો. ત્યારે 31મી માર્ચે રાહુલ મહિલાને લગ્ન કરવાના બહાને મહારાષ્ટ્રમાં લઈ ગયો હતો. ત્યાં ધુલિયાના શિંદખેડામાં તાપી નદીના બ્રિજ પર લઈ જઈ મહિલાને ધક્કો મારી નદીમાં ફેંકી દીધી હતી. ત્યાર બાદ રાહુલ સુરત આવી ગયો હતો. ઘણાં દિવસ છતાં મહિલા ઘરે નહીં આવતા તેની માતાએ શોધખોળ શરૂ કરી હતી. ત્રણ દિવસથી મહિલાની માતા લાલગેટ પોલીસ સ્ટેશને આવી તેના વિશે પુછપરછ કરતી હતી. વાત પોલીસ કમિશનર સુધી પહોંચી હતી.

TRB ગ્રુપમાંથી મહિલાની માતા અને પોલીસને જાણવા મળ્યું કે મહિલાને રાહુલ સાથે પ્રેમ સંબંધ હતો. તેથી પોલીસે રાહુલની સખ્ત પુછપરછ કરતા રાહુલ ભાંગી પડ્યો હતો અને સ્વીકારી લીધું હતું કે તેને મહિલાને મહારાષ્ટ્ર લઈ જઈ તાપીમાં ફેંકી દીધી છે. પોલીસે મહિલાની માતાની ફરિયાદ લઈને રાહુલ વિરુદ્ધ હત્યા-અપહરણ અને પુરાવાઓનો નાશની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. મૃતક મહિલા ગર્ભવતી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

રાહુલે ઝેર ખાઈને આત્મહત્યાની કોશિશ કરી

મહિલાની માતાની રજુઆતના આધારે લાલગેટ પોલીસ અને ક્રાઈમ બ્રાંચ આ દિશામાં તપાસ કરતી હતી. તેની વાત રાહુલ સુધી પહોંચી ગઈ હતી. તેથી રાહુલે બે દિવસ પહેલા પાંડેસરા વિસ્તારમાં ઝેર ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. તેથી પોલીસ થોડી ચૂપ હતી. શુક્રવારે તેને રજા હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે તેને ઉચક્યો હતો.

 63 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર