અમદાવાદ: પતિએ કહ્યું- તલાક…તલાક…તલાક, પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ

હજી ગઇકાલે જ રાજ્યસભામાં મુસ્લિમ મહિલાઓને લાગતું ટ્રિપલ તલાક બિલ પાસ થયું છે. ત્યારે શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતી એક યુવતીને તેના પતિ દ્વારા ત્રણ તલાક આપવાનો કિસ્સો સામે આવ્યો છે. જેને લઇ પત્નીએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યાર બાદ તેને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ ટ્રિપલ તલાક આપવા મુદ્દે યુવતીએ પતિ અને સાસરિયા વિરૂધ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કારંજ ખાસ બજારમાં આવેલી પારસ ગલીમાં રહેતી સનાબાનુ મહેબુબહુસેન શેખ નામની મહીલાના લગ્ન 2015માં મહેબુબ હુસેન સાથે થયા હતા. લગ્ન બાદ સનાબાનુ પતિ, જેઠ, જેઠાણી સહીતના સાસરીયાઓ સાથે રહેતી હતી લગ્નજીવન દરમિયાન તેમને બે દીકરીઓ થઈ હતી જેથી પતિ મહેબુબભાઈ મારે દીકરો જાઈતો હતો કહીને મ્હેણાં ટોણા મારતા હતા જેમાં નણંદ નાજા પણ સાથ આપતી હતી ઉપરાંત જેઠ જેઠાણી પણ પતિનો સાથ આપી તેને હેરાન પરેશાન કરતા હતા.

આ બનાવ બાદ સના બંને બાળકીઓને લઇને તેના માતા-પિતાના ઘરે આવી ગઇ હતી. થોડક જ સમયમાં સનાનો પતિ તેના ઘરે આવ્યો હતો અને ત્રણ વાર તલાક… તલાક… તલાક… બોલી સનાને ટ્રિપલ તલાક આફી જતો રહ્યો હતો. ત્યારે પતિ દ્વારા તલાક આપતા સનાએ કેરોસીન પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમગ્ર મામલાની જાણ સનાના પિતાને થતા તેમણે તેને તાત્કાલીક સારવાર અર્થે એસ.વી.પી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવ અંગેની જાણ કારંજ પોલીસને કરતા પોલીસ હાલ સનાનાં પતિ સહિત સાસરિયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી