પીવાના પાણી માટે મહિલાઓમાં મારામારી, એક મહિલાનું મોત

Faucet

ગ્લોબલ વૉર્મિંગની વાતો વચ્ચે હંમેશા કહેવાઇ રહ્યું છે કે ભવિષ્યમાં પાણી માટે જ યુદ્ધ છેડાશે. પરંતુ આ ભવિષ્ય આજના સમયમાં જ સાચું પડતું દેખાઇ રહ્યું છે. આંધ્રપ્રદેશમાં એક ચકચાર મચાવતી ઘટના બની છે.

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં સોમવારના રોજ જાહેર નળ પર જ્યારે મહિલાઓ પાણી ભરી રહી હતી, તો લાઇન તૂટવાના ચક્કરમાં મહિલાઓના બે જૂથ વચ્ચે ઝઘડો થયો. આ દરમ્યાન 38 વર્ષના તાતીપુડી પદ્મા પર કેટલીક મહિલાઓએ હુમલો કર્યો અને તેમનું મોત થયું. સાક્ષીઓના મતે મહિલાઓને બે ભાગલા પડી ગયા હતા અને સ્ટીલના બેડાથી માર મારતા તેનો કરૂણ અંજામ આવ્યો.

આ કેસમાં પોલીસે એખ મહિલાની ધરપકડ કરી છે. તેની ઓળખ સુંદરમ્મા તરીકે થઇ છે. ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના વિભિન્ન ભાગમાં ચોમાસું મોડું પહોંચતા સ્થિતિ વણસી છે. રાજ્યમાં મોનસુન મોડું પહોંચતા મુખ્ય જળાશયોમાં પાણીના સ્તર નીચા ઉતરી ગયા છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી