અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત, ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા પોલીસ બેડામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. ચાંદખેડાની રહેવાસી આ મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 19 જૂનના રોજ બપોરે આપઘાત કર્યો હતો અને બાદમાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ડોકટરે મૃત જાહેર કરી છે. જો કે આ આપઘાત પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. આ મામલે ચાંદખેડા પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે.

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી