ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓ સાવધાન..! ટોયલેટમાં સ્પાય કેમેરાથી રેકોર્ડ કરતો સનકી ઝડપાયો

ટ્રેનમાં ટોઇલેટનો ઉપયોગ કરતાં પહેલાં ચેતી જજો

ટ્રેનમાં સફર કરો છો તો સતર્ક થઈ જજો કારણ કે એક એવા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેની માનસિકતા સાંભળીને તમને પણ ગુસ્સો આવી જશે. મુંબઇથી ભગતની કોઠી ટ્રેનમાં ગત 16 માર્ચના રોજ ટોયલેટમાંથી એક સ્પાય કેમેરા મળી આવ્યો હતો અને જે કેમેરાની તપાસ રેલવે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

મુંબઈથી રાજસ્થાનના જોધપુર નજીક ભગત કી કોઠી જતી ટ્રેનમાં 16 માર્ચે એક એરફોર્સમાં કામ કરતી વ્યક્તિ પમ આ ટ્રેનમાં સવાર હતી જો કે રૂટ મોટો હોવાથી તે ટોઈલેટમાં ગઈ હતી ત્યારે તેને ટોઈલેટમાં આજુબાજુ કોઈ કંઈક મુકી ગયુ હોવાની શંકા જતા આસપાસ તપાસ કરી તો ટ્રોઈલેટના ડસ્ટબિન નજીક લોઅર ભાગમાં પાવરબેંક જેવી કોઈ વસ્તુ મળી હતી. જેથી આ અંગેની રેલ્વે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલીક પહોંચીને તપાસ હાથધરી ત્યારે પાવરબેંકમાં અટેચ કેમેરો સ્પાય કેમરો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેના આધારે આ કોણે મુક્યો અને કેવી રીતે મુક્યો તે અંગે તપાસ હાથધરી ત્યારે અમદાવાદ પોલીસે ટ્રેનના હાઉસકીપર સુપરવાઈઝરને પકડ્યો હતો. ત્યારબાદ તેની પુછપરછ કરતા તેણે તેનુ નામ જહિઉદ્દીન શેખ જણાવ્યુ હતુ, બાદમાં તેણે કહ્યુ હતુ કે, તેણે પાવરબેંક સાથે અટેચ એક સ્પાય કેમેરો ટ્રેનના ટોઈલેટમાં લગાવ્યો હતો અને તેના વાયર દેખાય નહીં તે માટે ડસ્ટબીનની અંદર છૂપાવી દીધા હતા. જો કે આ કેમેરામાં મહિલાનો વિડીયો કેપ્ચર કરતો હોવાની આશંકાના કારણે પોલીસે વધુ તપાસ હાથધરી છે.


પકડાયેલ આરોપી જહિઉદ્દીન મુંબઈમાં રહેતો હોવાનું પોલીસને જણાઈ રહ્યો છે તથા તે ટ્રેનમાં હાઉસકીપિંગનું કામ કરે છે એટલે તેણે અન્ય ટ્રેનોમાં આ પ્રકારાના કેમેરા લગાવ્યા હતા કે કેમ તેની પણ તપાસ કરવા માટે પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથધરી છે. આ કરવા અંગેનુ કારણ શું છે તેને લઈને પણ પોલીસે સઘન પુછપરછ હાથધરી છે.

સ્પાયલ કેમેરો પાવર બેંક સાથે ઝડપાઈ આવતા આરોપીને આ અંગેની પુછપરછ હાથધર્યા બાદ આ કેમેરામાં કેપ્ચર થયેલો ડેટા ક્યાં સ્ટોર કર્યો છે તથા આ ડેટા કોઈને વેચી દેવામાં આવ્યો છે કે કેમ તે અંગેની તપાસ પણ હાથધરવામાં આવી છે. બીજી બાજુ ટ્રેનના ટોઈલેટમાંથી સ્પાય કેમેરો મળતા રેલવે મુશાફરી કરનાર લોકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

 34 ,  2