મહેસાણાઃ સરકારી યોજનાનાં લાભ માટે મહિલા સભાનું આયોજન

મહેસાણા તાલુકાનાં લિંચ ગામનાં શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા 24 વર્ષથી સમાજના પ્રશ્નોનાં નિરાકરણ માટે સતત સંઘર્ષ કરતી એક માત્ર સંસ્થા SPG અને આ SPG સંસ્થાના કામો ને બિરદાવવા માટે તેમજ નારી શક્તિને જાગૃત કરી સમાજ અને દેશની પ્રગતિમાં લોક ફાળો આપવા તેમજ સરકાર દ્વારા જાહેર કરેલી નવી નવી જાહેરાતો અને સ્કીમોનો લાભ કેવી રીતે લઈ શકાય તે માટે એક SPG સત્કાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં લિંચ ગામનાં ભાઈઓ, બહેનો તેમજ લિંચ ગામનાં સરપંચ અંજુબેન. વી.પટેલ દ્વારા SPGનાં રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ દ્વારા સમાજ માટે આપતી સેવા ને બિરદાવવા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમની ખાસ ખાસિયત એ હતી કે બહેનો દ્વારા એક નાટક સ્વરૂપે કોલેજ કાળ દરમ્યાન બહેનો અને દીકરીઓ એ શું સાવચેતી રાખવી અને ના રાખીએ તો તેની શું અસર થાય છે તે બાબતે જાગૃત કરાયા હતાં.

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી