September 19, 2021
September 19, 2021

મેરી કેબિનેટમે તુમારા ક્યાં કામ હૈ….

તાલિબાનનું નવુ ફરમાન….

અફઘાનિસ્તાનમાં આખરે જેનો ડર હતો તે સાચો સાબિત થઈ રહ્યો છે. તાલિબાનોની વચગાળાની સરકારની રચના પછી મહિલાઓ સરકારમાં ભાગીદારી માટે દેખાવો કરી રહી છે ત્યારે સ્થાનિક મીડિયાએ તાલિબાનના પ્રવક્તાને ટાંકીને દાવો કર્યો છે કે તાલિબાન સરકારમાં મહિલાઓને ક્યારેય મંત્રી બનાવાશે નહીં. તેમનું કામ માત્ર બાળકો પેદા કરવાનું છે.

અફઘાનિસ્તાનમાં કાબુલ કબજે કર્યા પછી સમાવેશક સરકાર બનાવવાનો અને મહિલાઓને પણ પૂરતી છૂટ આપવાનો દાવો કરનારા તાલિબાનોએ વચગાળાની સરકારની જાહેરાત કરવાની સાથે જ તેમની કટ્ટરવાદી માનસિક્તા સામે આવવા લાગી છે.

તાલિબાનોના શાસનમાં સમાવેશક સરકારમાં ભાગીદારી માટે કાબુલમાં સેંકડો મહિલાઓ દેખાવો કરી રહી છે ત્યારે સૃથાનિક મીડિયા ટોલો ન્યૂઝે તાલિબાનના પ્રવક્તાને ટાંકીને ટ્વીટ કરી કહ્યું કે, ‘એક મહિલા મંત્રી હોઈ શકે નહીં. મહિલાઓ માટે કેબિનેટમાં હોવું જરૂરી નથી.

મહિલાઓનું કામ માત્ર બાળકો પેદા કરવાનું છે. કાબુલમાં દેખાવો કરી રહેલી મહિલાઓ આખા અફઘાનિસ્તાનનું પ્રતિનિિધત્વ નથી કરતી.’ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવતાં જ સામાન્ય લોકોમાં ભારે ડર ફેલાયેલો હતો.

બે દાયકા પહેલાંનું તાલિબાની શાસન જોઈ ચૂકેલી મહિલાઓ ખાસ કરીને ગભરાયેલી હતી. બીજીબાજુ તાલિબાનોના શાસનમાં સરકારી ઓફિસોમાં ટેબલ પર બંદૂકો જોવા મળશે તેવી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી તસવીરો અફઘાનિસ્તાનમાં વાસ્તવિક્તા બનતી હોય તેવું જણાઈ રહ્યું છે.

 27 ,  1