એક એપ દ્વારા ૨૧૫૦ મહિલાઓ પર કરાવવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું કે, દેશમાં દર ત્રણમાંથી એક મહિલાને નિયમિતપણે યૌન તથા અયોગ્ય કનેન્ટવાળા કોલ્સ અથવા ટેકસ્ટનો સામનો કરવો પડે છે. સર્વેમાં મોબાઈલને કારણે મહિલાઓને જે પ્રકારના શોષણનો શિકાર બનવું પડી રહ્યું છે તેની એક ગંભીર તસવીર સામે આવી છે. આ સર્વેમાં પીડિતા મહિલાઓ પર આ કોલ્સ-મેસેજીસની થનારી અસર અંગે પણ જણવવામાં આવ્યું છે.
શોષણના ઈરાદાથી કરવામાં આવેલા કોલ્સ ઉપરાંત મહિલાઓને બેંક, ફાયનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂશન્સ અને કોલ સેન્ટર્સ વગેરેના પર પરેશાન કરનારા કોલ્સ પણ સહન કરવા પડે છે. સર્વેમાં શામેલ કરવામાં આવેલી મહિલાઓમાંથી આશરે ૫૦ ટકા મહિલાઓને બિનઉપયોગી અને સેકશુઅલ કન્ટેન્ટ સંબંધિત કોલ દર સપ્તાહમાં એકવાર આવ્યા, બીજી તરફ ૯ ટકા મહિલાઓએ સ્વીકાર્યું કે, તેમને આવા કોલ્સનો રોજ સામનો કરવો પડે છે. આ કોલ્સની ટકાવારી ખૂબ વધુ છે છતા ગત વર્ષની સરખામણીમાં ઓછી છે, જે દેખાડે છે મહિલાઓ આવા કોલ્સથી નિપટવા પગલાં ભરી રહી છે.
મોટાભાગની મહિલાઓએ બ્લેન્ક કોલ્સને શોષણ માન્યું. સર્વેમાં બ્લેન્ક કોલ્સને ‘અજાણ્યા ફોન કોલ્સ જેને ધમકાવવા, શોષણ અને કોલરને હેરાન કરવા માટે કરવામાં આવ્યા હોય’ના રૂપમાં વ્યાખ્યાયિત કરાયા છે. આ વ્યાખ્યામાં સેલ્સ અથવા ફ્રોડ માટે કરવામાં આવેલા કોલ્સ શામેલ નથી.
આશરે પાંચમાંથી દર ચાર મહિલાઓએ કહ્યું કે, આ પ્રકારના કોલ્સને કારણે તેમને ગુસ્સો અને ચીડ અનુભવાય છે, જયારે ત્રણમાંથી એક મહિલા આનાથી વધારે પ્રભાવિત અને પરેશાન થઈ. આનાથી તેમનામાં ડર અને ચિંતા પેદા થઈ. શોષણના ઈરાદાથી થયેલા આ કોલ્સથી પ્રભાવિત મહિલાઓની સંખ્યા ગત વર્ષથી વધુ છે, જે દેખાડે છે કે, માનસિક સ્વાસ્થ્ય પર આ પ્રકારના કોલ્સનો પ્રભાવ વધતો જઈ રહ્યો છે.
211 , 3