વિમન્સ વિંગે પોલીસના જવાનો માટે 100 જંબો છત્રીનું વિતરણ કર્યુ…..

ટ્રાફિક પોલીસને વિમન્સ વિંગ દ્વારા 100 જેટલી જંબો છત્રીનું વિતરણ કરાયું

ઉનાળાના કારણે શહેરમાં ગરમીનો પારો ઉંચો છે અને હવે ચોમાસુ પણ નજીક છે. ત્યારે ઉનાળાની અસહ્ય ગરમીમાં અને ચોમાસામાં વરસાદના પાણીમાં પલળ્યા વગર શહેર પોલીસના ટ્રાફિકના જવાનો ખડેપગે કામગીરી કરી શકે તે માટે જીતો વિમન્સ વિંગ આગળ આવ્યું ,અને તેઓએ ટ્રાફિક પોલીસને 100 જેટલી જંબો છત્રી વિતરણ કરી.

મહત્વનું છે કે ,ઉનાળાની સીઝનમાં ભર બપોરે ટ્રાફિક પોલીસ રોડ પર ફરજ બજાવતી હોય છે, તેવામાં તેઓને ગરમીથી મહદઅંશે રાહત મળે તેમજ વરસાદમાં કર્મચારી પલળીને ફરજ બજાવે છે ,તેવા સંજોગોમાં પણ રાહત મળે તે માટે આ પ્રયાસ કરાયો છે. જેમાં આજે પકવાન ચાર રસ્તા પાસે ટ્રાફિક જેસીપીની હાજરીમાં કાર્યક્રમ યોજી ટ્રાફિક પોલીસ જવાનોને સંસ્થા દ્વારા છત્રીનું વિતરણ કરવામાં આવ્યું.

વધુમાં જણાવવાનું કે ,સંસ્થા દ્વારા ટ્રાફિક પોલીસને આપવામાં આવેલ છત્રીઓ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંન્ને વિસ્તારોમાં અલગ અલગ ચાર રસ્તાઓ પર લગાવવામાં આવશે અને આવનારા દિવસોમાં વધુ છત્રીઓ તેમજ ચોમાસામાં કર્મચારીઓને રેઈનકોટ ટ્રાફિક પોલીસને આપવાનું આયોજન પણ જીતો સંસ્થા દ્વારા કરાયુ છે. જેથી કોઈ અડચણ વગર ટ્રાફિક જવાન ફરજ બજાવી નાગરિકોને સેવા પૂરી પાડી શકે.

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર