September 23, 2020
September 23, 2020

અમદાવાદમાં મેટ્રો માટે અંડર ગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ, CM રૂપાણીએ ટ્વિટ કરીને આપી જાણકારી

શાહપુરથી એપરેલ પાર્ક સુધીની 6.51 કિમી અંડરગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ, CM રૂપાણીએ સિદ્ધિને બિરદાવી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મેટ્રો ટ્રેનને લઇ મહત્વની જાહેરાત કરી છે. શાહપુરથી એપેરલ પાર્ક સુધીની અંડરગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ થઇ ગયું હોવાની જાહેરાત મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરી માહિતી આપી કે શાહપુરથી એપેરલ પાર્ક સુધીની કુલ 6.51 કિમીની ટનલનું કામ પૂર્ણ થઇ ગયું છે.

સાબરમતી નદી પહેલા સુધીની 5.8 વ્યાસની એક અપલાઇન અને એક ડાઉન લાઇનની એમ જોડીયા ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ સિદ્ધિ બદલ ટ્વિટ કરીને ભારતીય ઇજનેરી કૌશલ્યને બિરદાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ડેશબોર્ડના માધ્યમથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ – ટનલનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં 6.51 કિમી ભૂગર્ભ ટનલમાં મેટ્રો દોડશે. સરસપુર ટનલની કામગીરી પણ 60 ટકા પૂર્ણ થઇ ચૂકી છે. ટનલનુ કામ માર્ચ 2017માં શરુ કરવામાં આવ્યું હતું. અત્યારે કાલુપુર સિવાય સરસપુર પણ ટનલનુ કામ ચાલુ હતું. તે કામ પણ 60 ટકા જેટલુ પુરુ થઈ ગયું હતું. 6 કીલોમીટર વચ્ચે 4 સ્ટેશન હશે.

પશ્ચિમમાં થલતેજથી પૂર્વમાં વસ્ત્રાલ અને ઉત્તરમાં મોટેરાથી દક્ષિણમાં એપીએમસી માર્કેટ વાસણા સુધીનો પહેલા તબક્કાનો 37 કિ.મી.નો રૂટ સપ્ટે.ર૦રર સુધીમાં તૈયાર થઇ જશે. મેટ્રો રેલવેના પહેલા તબક્કા હેઠળના 37 કિ.મી.ના રૂટમાં તંત્ર દ્વારા 130 એન્ટ્રી અને એક્ઝિટ પોઇંટ ઊભા કરાયાં છે.

 40 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર