સાલેસાબ હો તો ઐસા..! પાંચ વર્ષ સુધી જીજાજીના નામે પોલીસમાં નોકરી કરી..

ગજબ ગોટાળાનો આખરે ફાંડો ફૂટ્યો તો સાળો ફરાર…

ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં પોલીસ વિભાગમાં એક મોટો ગોટાળો સામે આવ્યો છે. જ્યાં છેલ્લા 5 વર્ષથી જીજાજીની જગ્યાએ નોકરી કરતા સાળાને ઝડપી લેવાયો છે.

ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં વાહન સંખ્યા 0281 પર મૂકાયેલા કોન્સ્ટેબલ અનિલ કુમારની જગ્યાએ સુનીલ ઉર્ફે સની ડ્યુટી કરી રહ્યો હતો. તે લગભગ 5 વર્ષથી 112 પીઆરવી પર ડ્યુટી કરી રહ્યો હતો. આ ગોટાળાની ફરિયાદ કરાઈ હતી, જેના આધારે આ મામલે તપાસ શરૂ થઈ તો પોલીસ વિભાગની મોટી ભૂલ સામે આવી છે.

આરોપી નકલી કોન્સ્ટેબલ સુનીલ ઉર્ફે સની છે. આ મામલે તેના જીજાજી અનિલ કુમારની પોલીસે અટકાયત કરી છે. આ વાતની જાણ થતા જ સાળો ભાગી ગયો છે. પોલીસ તેને શોધી રહી છે. પોલીસ તેના પર ગંભીર ધારા હેઠળ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરી રહી છે. એએસપી અનિલકુમાર યાદવે જણાવ્યું કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. એક ફરિયાદના આધારે આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે.

આરોપી ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરનો રહેવાસી છે. જ્યારે તેના જીજાજી શિક્ષણ વિભાગમાં હોવાની જાણકારી મળી છે. પરંતુ, પોલીસ અધિકારીઓએ હજુ ઓફિશિયલરીતે આ અંગે જાણ કરી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે આરોપી સાથેની પૂછપરછ બાદ પોલીસ આ વિશે વિસ્તારથી જાણકારી આપશે. અનિલ કુમાર પણ મુઝફ્ફરનગરનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 168 ,  1