Workshop: કોલેજમાં ડીજીટલ માર્કેટિંગ સંદર્ભે યોજાયો વર્કશોપ

અમદાવાદમાં ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ ડીજીટલ માર્કેટિંગ સંદર્ભનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદના જાણીતા તજજ્ઞ રિકેશ પંચાલે ઓન લીન માર્કેટિંગ તથા તેની જાહેરાત સંદર્ભે વાત કરી હતી. જો વ્યકતિમાં આની આવડત હોય તો ઘરબેઠા બિઝનેશ કરી શકે છે.

ડીજીટલ માર્કેટિંગની ટીપ્સ આપતા તેમણે કયું હતું ૨૦૨૦ સુધીમાં ૨૦ લાખ નોકરીઓ ભારતમાં ઉભી થવાની છે. પરંતુ ભારત દેશમાં ડીજીટલ માર્કેટિંગની આવડત ધરાવતા લોકો પૂરતા નથી. ૨૦૧૮ની સાલમાં ગુગલે ભારતમાંથી ૯૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે તથા આ ઈન્ડસ્ટ્રી ૩૨%નાં ગ્રોથ રેટથી વધી રહી છે.

ડીજીટલ એડવરટાઈઝમેન્ટ ૧૪૦૦૦ કરોડ રૂપિયાની ઈન્ડસ્ટ્રીઝ છે જે સતત વધતી રહી છે. જો વ્યક્તિ ફેશ્બુક કે વોટ્સેપનો ઉપયોગ સ્કીલ્ડ કે પ્રોફેશનલ તરીકે કરે તો કોઇપણ ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર લાખોનો બિઝનેશ કરી શકે છે. હાલમાં ઓનલાઈન શોપિંગ તથા ઓનલાઈન માર્કેટિંગનો કોન્સેપ્ટ લોકો સ્વીકારી રહ્યા છે. તેનાથી ઈન્ડસ્ટ્રીઝમાં બહુજ મોટો બદલાવ આવી રહ્યો છે. પ્રા. ડો. નિખિલ વૈદે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

 98 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી