ICC વિશ્વકપ-2019ની 24મી મેચમાં યજમાન ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને 150 રને પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાસિલ કરી લીધું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન ઇયોન મોર્ગન (148), જો રૂટ (88), જોની બેયરસ્ટો (90)ની શાનદાર ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 397 રન ફટકાર્યા હતા.
England's bowlers do the business – the hosts win by 150 runs!
— ICC (@ICC) June 18, 2019
Nevertheless, this game will most certainly be remembered for a blistering knock of 148 from 71 balls from #EoinMorgan#WeAreEngland#ENGvAFG | #CWC19 pic.twitter.com/sChjreR4GK
ઈંગ્લેન્ડના વિસ્ફોટક 396 રન સામે અફઘાનિસ્તાન મેચના એકપણ તબક્કે પડકાર સર્જી શક્યું ન હતું અને 247 રન કરી શક્યું હતું. ઈંગ્લેન્ડ વતી 148 રનની ઈનિંગ રમનાર કેપ્ટન મોર્ગન મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. આ હાર સાથે અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને રહ્યું છે અને હવે તેની વર્લ્ડકપમાં આગળ વધવાની કોઈ આશા રહી નથી.
6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣#EoinMorgan blasted a world-record 17 sixes in a spectacular innings of 148 from just 71 balls! 💥 #CWC19 pic.twitter.com/SbUl0RsUSD
— ICC (@ICC) June 18, 2019
ઈંગ્લેન્ડ માટે કેપ્ટન ઇયોન મોર્ગને 148 રન ફટકાર્યા હતા. તેણે આ વિશ્વકપની સૌથી ઝડપી સદી પણ ફટકારી છે. મોર્ગને 57માં બોલ પર છગ્ગો ફટકારીને સદી પૂરી કરી હતી. આ વિશ્વકપ ઈતિહાસની ચોથી સૌથી ઝડપી સદી છે.
32 , 1