આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો, વરસાદ ચોથીવાર વિલન બને તેવો ડર

વર્લ્ડકપ 2019નો 18મો મુકાબલો આજે ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે નોટિંઘમમાં રમાશે. ક્રિકેટના આ મહાકુંભમાં અત્યાર સુધીમાં 17માંથી 3 મેચ વરસાદનો ભોગ બની ચૂકી છે. 13 જુનના રોજ એટલે કે આજે નોટિંઘમના ટ્રેન્ટબ્રિજ ખાતે  ભારત અને ન્યુઝીલેન્ડ એકબીજા સામે ટકરાશે.આ મેચ પર પણ વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે.

એક રિપોર્ટ્સ અનુસાર, આ મેચમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે. એક તરફ સતત ત્રણ મેચમાં વિજય બનનારી ન્યુઝીલેન્ડ આત્મવિશ્વાસથી ભરપૂર છે જ્યારે બીજી તરફ ઓપનર શિખર ધવનની ઇજાના કારણે  પરેશાન ટીમ ઇન્ડિયા પોતાની જીતનો સિલસિલો યથાવત રાખવા માટે મેદાને પડશે.વર્લ્ડકપની વાત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડ હંમેશા ટીમ ઇન્ડિયા પર ભારે પડી છે. 1975થી લઇને અત્યાર સુધીમાં વર્લ્ડકપમાં ભારત અને ન્યૂઝિલેન્ડ સાત વખત આમને સામને આવી ચૂકી છે જેમાંથી 4 વખત  ન્યૂઝિલેન્ડ ટીમનો વિજય થયો છે જ્યારે ટીમ ઇન્ડિયાએ ફક્ત ત્રણ મેચમાં જીત મળી છે.

ન્યુઝીલેન્ડ 1975, 1979, 1992 અને 1999માં જીત્યું હતું, જયારે ભારત 1987માં 2 વાર અને 2003માં એક વખત જીત્યું હતું. બંને ટીમ વર્લ્ડકપમાં છેલ્લા 16 વર્ષથી એકબીજા સામે રમ્યા નથી. જનરલ વનડેમાં રમેલી 110 મેચમાંથી ભારત 55 મેચ જીત્યું છે, જયારે ન્યુઝીલેન્ડ  45 મેચ જીત્યું છે. 5 મેચમાં રિઝલ્ટ પેન્ડિંગ હતું અને એક મેચમાં ટાઈ પડી હતી.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી