September 23, 2021
September 23, 2021

વર્લ્ડકપ 2019: ભારતનો પાંચમો વિજય, WIને 125 રનથી આપી કારમી હાર

વર્લ્ડ કપની 34મી મેચમાં માનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડમાં ભારતે વેસ્ટઈન્ડીઝને 125 રનોથી હરાવી દીધું છે. વર્લ્ડ કપ ઈતિહાસમાં વિન્ડીઝની સામે રનને ધ્યાનમાં રાખતા ભારતની આ સૌથી મોટી જીત છે. ગત વખતે તેને 2011માં વેસ્ટઈન્ડીઝને 80 રનથી હરાવ્યું હતું.

પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 268 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ 34.2 ઓવરમાં 143 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. વર્લ્ડ કપમાં ભારતની વેસ્ટ ઇન્ડીઝ સામે સૌથી મોટી જીત છે.

ટૂર્નામેન્ટમાં ભારતનો આ પાંચમો વિજય છે. ભારતના કુલ 11 પોઈન્ટ થઈ ગયા છે અને ટીમ સેમિફાઇનલમાં પહોંચવાની નજીક પહોંચી ગઈ છે.

શમીએ મેચમાં 16 રન આપીને 4 વિકેટ લીધી હતી. વેસ્ટઈન્ડીઝ સામે વનડેમાં ભારતીય બોલરનું આ સૌથી અદભૂત પ્રદર્શન હશે.

કોહલીના આઉટ થયા બાદ મેદાન પર ઉતરેલા હાર્દિકે ધોનીનો સાથ નિભાવ્યો હતો. બન્નેએ છઠ્ઠી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી. હાર્દિકે 38 બોલની ઈનિંગમાં 5 ચોક્કા લગાવ્યા હતા. બીજી બાજુ ધોનીએ પોતાની ઈનિંગમાં 3 ચોક્કા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેમને 50મી ઓવરમાં ઓશાને થોમસના 6 બોલ પર કુલ 16 રન બનાવ્યા હતા.

 37 ,  1