વર્લ્ડકપ: સુપર ઓવરમાં નીશામના છગ્ગા સાથે જ તેના કોચે લીધા અંતિમ શ્વાસ…

વર્લ્ડ કપ ક્રિકેટના ઇતિહાસના સૌથી રોમાંચક મુકાબલામાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ખાતે રવિવારે રમાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડે સુપર ઓવરમાં પણ ટાઇ સર્જાયા બાદ મેચમાં વધારે બાઉન્ડ્રી લગાવ્યાના જોરે વર્લ્ડ કપ જીત્યો હતો.

બીજી બાજુ કિવિઝ ઓલરાઉન્ડર જેમ્સ નીશમના નાનપણના કોચ ડેવિડ જેમ્સ ગોર્ડનનું નિધન થઇ ગયું છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ વર્લ્ડકપના ફાઇનલની સુપર ઓવરમાં જોફ્રા આર્ચરના બોલ પર સિક્સ મારી હતી. બોલ બાઉન્ડ્રીની બહાર જતા જ ગાર્ડનનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમની દીકરી લિયોનીએ કહ્યું કે કિવિઝ સમયાનુસાર સોમવારે સવારે નીશમે સુપર ઓવરના બીજા બોલમાં સિક્સ મારી હતી. તે દરમિયાન જ મારા પિતાએ અંતિમ શ્વાસ લીધો હતો.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી