WC-2019 NZvsENG Final: આજે ક્રિકેટને મળશે નવો વિશ્વ ચેમ્પિયન

ક્રિકેટના ‘મક્કા’ કહેવાતું ઐતિહાસિક લોર્ડ્સ મેદાન વિશ્વ ક્રિકેટને એક નવું ચેમ્પિયન આપવા તૈયાર છે. આ નવું ચેમ્પિયન યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડમાંથી કોઈ એક હોઈ શકે છે, જે આજે અહીં એક-બીજા વિરુદ્ધ આઈસીસી વિશ્વ કપ-2019ની ફાઇનલ રમશે. એક તરફ 6 કરોડની વસતી, બીજી તરફ માત્ર 50 લાખની વસતી.

એક દેશ ક્રિકેટનો જનક, તો બીજાની રાષ્ટ્રીય રમત રગ્બી. એક ટીમ ચોથીવાર ફાઇનલમાં પહોંચી તો એકની આ સતત બીજો ટાઇટલ જંગ છે. એક દેશના ક્રિકેટરોને સુપરસ્ટારનો દરજ્જો તો બીજા દેશના ખેલાડી સામાન્ય માણસ. કંઈક આવી જ છે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની કહાણી.

આ વર્લ્ડ કપમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ટીમે 22માંથી 17 મેચ જીતી છે. લોર્ડ્સ ખાતેની ચારેય મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમે જીતી છે.

ટૂર્નામેન્ટના અંતિમ ફેઝમાં રનચેઝ ન થવાનું મુખ્ય કારણ પિચો ધીમી થઇ જાય તે છે. જોકે ઇંગ્લેન્ડે એજબેસ્ટન ખાતેની સેમિફાઇનલમાં સાબિત કર્યું છે કે તેઓ ટોસ હાર્યા છતાં સરળતાથી મેચ જીતી શકીએ છે.

અત્યાર સુધીના 11 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ પાંચ ટાઇટલ જીત્યા છે. ત્યારબાદ ભારત અને વેસ્ટઈન્ડિઝના નામે બે-બે ટાઇટલ છે. શ્રીલંકા અને પાકિસ્તાને એક-એક વાર આ ટ્રોફી જીતી છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી