વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો, ધવન-ભુવી બાદ આ ઓલરાઉન્ડર ઈજાગ્રસ્ત

ICC વર્લ્ડકપમાં ભારતીય ખેલાડીઓ ઈજાનો શિકાર થઈ રહ્યા છે. ધવન અને ભુવનેશ્વર બાદ ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગી શકે છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર વિજય શંકરને ટ્રેનિંગ દરમિયાન પગના અંગુઠામાં ઈજા થઈ છે.

ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓલરાઉન્ડર વિજય શંકરને બુધવારે નેટ સેશન દરમિયાન ઈજા થઈ હતી. વિજય શંકરને ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની એક યોર્કર બોલ પગ પર વાગી હતી. આ યોર્કરથી વિજય શંકરના પગના અંગૂઠામાં ઈજા થઈ હતી. ત્યારબાદ વિજય શંકરને દુખાવો થતાં તે પ્રેક્સિસ સેશન છોડીને ચાલ્યો ગયો હતો.

ટીમના સુત્રોએ જણાવ્યું કે ઈજાને લઈને ચિંતાની કોઈ વાત નથી. વિજય શંકરના પગમાં બોલ લાગ્યો ત્યારે થોડો દુખાવો થયો હતો પરંતુ બાદમાં બધુ ઠીક થઈ ગયું હતું.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી