વધારે પડતી દલીલ કરવી કોહલીને પડી ભારે, ICCએ ફટકાર્યો દંડ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસીની આચાર સંહિતાના ઉલ્લંઘન માટે દોષી ઠેરવવામાં આવ્યો છે. આઈસીસી પ્રમાણે કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચમાં બિનજરૂરી અપીલના નિયમનું ઉલ્લંઘન કરવા પર કોહલીને મેચ ફીના 25 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આઈસીસીએ એક નિવેદન જાહેર કરીને જાણકારી આપી હતી કે કોહલી આચાર સંહિતાના નિયમ 2.1 પ્રમાણે દોષિત સાબિત થયો છે. આ નિયમ પ્રમાણે કોઈ આંતરરાષ્ટ્રીય મુકાબલામાં ખેલાડી દ્વારા વધારે પડતી અપીલ કરવા પર દંડ ફટકારવામાં આવે છે. આ ઘટના અફઘાનિસ્તાનની ઇનિંગ્સની 29મી ઓવરમાં બની હતી. આ સમયે કોહલી એક LBWની જોરદાર અપીલ કરતા અમ્પાયર અલીમ ડાર તરફ ઘણો આગળ વધી ગયો હતો.

કોહલીએ પોતાની ભૂલનો સ્વિકાર કર્યો છે અને દંડ ભરવા તૈયાર થઈ ગયો છે. આ કારણે આ મામલાને લઈને આગળની સુનાવણીની જરૂર નથી. આ સિવાય આઈસીસીએ આ ઘટનાને લઈને કોહલીના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ જોડી દીધો છે. સપ્ટેમ્બર 2016ના રિવાઇઝ્ડ કોટ લાગૂ થયા બાદથી કોહલીની આ બીજી ભૂલ છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી