ICC વિશ્વ કપમાં રવિવારે માનચેસ્ટરમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે કહ્યું કે, જો અમે સારૂ રમીશું તો કોઈપણ ટીમને હરાવી શકીએ છીએ. અમારી સામે કઈ ટીમ છે તેનાથી કોઈ ફર્ક પડતો નથી. ખેલાડીઓ માટે એ મહત્ત્વનું છે કે તેમણે પ્રોફેશનલ રહેવું જોઈએ. બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ કપ્તાન ઈન્ઝમામ ઉલ હકે કહ્યું કે, આ મેચ ફાઇનલ પહેલાંની ફાઇનલ છે.
વિરાટે પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે, અમારા માટે બીજા મુકાબલાની અપેક્ષાએ કોઈ એક મેચ ખાસ હોતો નથી. ટીમની જવાબદારી છે કે તમામ મેચો એક રીતે જુએ. અમે સારૂ રહી રહ્યાં છીએ તેથી દુનિયામાં અલગ છીએ. ક્રિકેટમાં બેસિક્સ હંમેશા સહેશે. અમારૂ ધ્યાન બેસિક્સ પર છે. જો 11 લોકો સાથે મળીને સારૂ પ્રદર્શન કરીએ તો કોઈપણ ટીમને હરાવી શકીએ છીએ.
અમે રમતને રમતની જેમ જ રમીશું. મારી સામે કોઈ પણ બોલર હોઈ, મને ખાલી વ્હાઇટ અને રેડ બોલ દેખાઈ છે. સારા બોલર્સને સમ્માન આપવું જરૂરી છે, પરંતુ તે સાથે જ પોતાના પર ભરોસો હોવો જોઈએ કે હું કોઈ પણ બોલર સામે રન બનાવવા સક્ષમ છું.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
1- વિરાટ કોહલી (કેપ્ટન)
2- રોહિત શર્મા (વાઇસ કેપ્ટન)
3- કેએલ રાહુલ
4- એમએસ ધોની
5- હાર્દિક પંડ્યા
6- રવિન્દ્ર જાડેજા
7- ભુવનેશ્વર કુમાર
8- જસપ્રીત બુમરાહ
9- મોહમ્મદ શમી
10 – યુજવેન્દ્ર ચહલ
11 – કેદાર જાધવ
39 , 1