વર્લ્ડકપની 34મી મેચમાં ઓલ્ડ ટ્રેફોર્ડના માન્ચેસ્ટર ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ટકરાશે. ભારતના 5 મેચમાં 4 જીત અને 1 નો રિઝલ્ટ સાથે 9 પોઇન્ટ છે. જો તેઓ આજની મેચ જીતે તો સેમિફાઇનલથી એક કદમ દૂર રહેશે.
બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝના 6 મેચમાં 1 જીત, 4 હાર અને 1 નો રિઝલ્ટ સાથે 3 પોઇન્ટ છે. જો તેઓ આજની મેચ હારશે તો ટૂર્નામેન્ટની બહાર થઇ જશે.
⚽ 😚 #TeamIndia #CWC19 pic.twitter.com/h4XxaiiJEc
— ICC (@ICC) June 27, 2019
ભારત અને વેસ્ટ ઇન્ડીઝનો આ મુકાબલો માન્ચેસ્ટરના એ જ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન ઉપર રમાશે. જ્યાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આવા સમયે માન્ચેસ્ટરના મોસમ પર બધા ક્રિકેટ પ્રશંસકોની નજર છે. આ મેચમાં વરસાદ વિલન બનશે કે મેચ પુરી 50 ઓવરની રમાશે તે વિશે બધા જાણવા માંગે છે.
Caption this ✍️ #MenInMaroon #CWC19 pic.twitter.com/itPWg4h7qC
— ICC (@ICC) June 27, 2019
મંગળવારે જોરદાર વરસાદ પછી મોસમ વિભાગની આગાહી છે કે આગામી બે દિવસ વરસાદથી રાહત મળી શકે છે. મોસમ વિભાગના મતે આગામી બે દિવસ તડકો રહે તેવી સંભાવના છે. આગામી બે દિવસ વરસાદ પડશે નહીં. મોસમ વિભાગના પ્રવક્તા ગ્રાહમ મૈજે આ જાણકારી આપી હતી.
16 , 1