દિગ્ગજ ભારતીય ક્રિકેટર કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો, દિલ્હી હોસ્પિટલમાં દાખલ

વિશ્વકપ વિજેતા કપિલદેવને હાર્ટએટેક આવતાં હોસ્પિટલમાં ખસેડાયા..

વિશ્વકપ વિજેતા દિગ્ગજ ભારતીય ક્રિકેટર કપિલ દેવને હાર્ટ એટેક આવવાના સમાચાર મળી રહ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કપિલનું દિલ્હીની એક હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી થઈ હતી. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે અને જોખમની બહાર છે.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલદેવને હાર્ટએટેક આવતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં તેમના પર એન્જિયોપ્લાસ્ટીની સર્જરી કરાઈ હોવાનું જાણવા મળે છે. વિવિધ માધ્યમોમાં અને સ્પોર્ટ્સ જર્નલિસ્ટ્સના ટ્વિટર હેન્ડલ પર રજૂ થયેલી વિગતો મુજબ કપિલદેવની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી. અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ.

વધુ વિગતો માટે રાહ જોવાઇ રહી છે….

 93 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર