રાજ્યમાં ઓમિક્રોનને લઈ ચિંતાજનક સમાચાર..

વડોદરામાં એક ઝાટકે 7 કેસથી રાજ્યમાં કુલ 30 કેસ

દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસને લઈ ચિંતા છે. એવામાં ગુજરાતમાં પણ ઓમિક્રોનના નવા કેસ વધી રહ્યા છે. વડોદરા શહેરમાં ઓમિક્રોનને એક સાથે 7 કેસ નોંધાતા હાહાકાર મચી  ગયો છે. એક સાથે શહેરમાં 7 ઓમિક્રોનના કેસ નોંધાતા શહેરીજનો ચિંતામાં છે. વડોદરામાં આજે 7 ઓમિક્રોન કેસ નોંધાતા  ગુજરાતમાં કુલ ઓમિક્રોન પોઝિટિવ કેસની સંખ્યા 30 પર પહોંચી છે. 

જો રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં 16 કેસ સામે આવતા 30 પર આંકડો પહોંચી ગયો છે. 25 ઓમિક્રોન પેસન્ટ હાલ સારવાર હેઠળ છે, 5 દર્દીઓ સ્વસ્થ થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે.

1)5 વર્ષ, સ્ત્રી, (2) 11 વર્ષ, પુરુષ, (3) 39 વર્ષ, પુરુષ, (4) 29 વર્ષ, પુરુષ (5) 26 વર્ષ, સ્ત્રી (6) 61 વર્ષ, સ્ત્રી (7) 9 વર્ષ, પુરુષ, તમામ કેસ ઝામ્બિયા રિટર્ન પોઝિટિવ ઓમિક્રોન કેસના નજીકના સંપર્કના છે. દર્દીઓ વડોદરા ખાતે આઇસોલેશન હેઠળ છે.

કયા જિલ્લામાં કેટલા કેસ?

  • અમદાવાદ-7
  • જામનગર- 3
  • સુરત-2
  • મહેસાણા-3
  • વડોદરા-10
  • આણંદ-3
  • રાજકોટ-1 કેસ
  • ગાંધીનગર-1

ગુજરાતમાં નવી ગાઈડલાઈન જાહેર

કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે..આથી કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.કેન્દ્ર સરકારે નવી ગાઈડ લાઈન પ્રમાણે અમલ કરવા રાજ્ય સરકારને સૂચના આપી છે.

આ ગાઈડ લાઈન પ્રમાણે સોસાયટીઓમાં પોઝિટિવિટી રેટ 10 ટકા કરતા વધુ હશે તો  સ્થિતિ અતિગંભીર ગણવામાં આવશે..જ્યારે કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 40 ટકા કરતા વધુ લોકો સંક્રમિત થાય તો ગંભીર સ્થિતિ ગણવામાં આવશે…સાથે જ જરૂર પડે ત્યાં ક્લસ્ટર અને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન માટે પણ સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત હોસ્પિટલોમાં દવા અને પૂરતી સંખ્યામાં સ્ટાફ રાખવા તેમજ હોસ્પિટલ સ્ટાફને પુરતી તાલીમ આપવા આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી