ઠાકરેએ લખ્યું- તપાસ કરો, કોઇએ ફાઇલમાં સુધારો કર્યો- તપાસ બંધ કરો…!
સરકારી વહીવટી તંત્રમાં સીએમનો મૌખિક અને લેખિત આદેશ આખરી ગણાય છે અને એમાં પણ જો મુખ્યમંત્રીએ પોતાના હસ્તાક્ષર સાથે ઓર્ડર કર્યો હોય તો તેમાં ફેરફાર કરવાની કોઇની હિંમત ના થાય અને કોઇ એવુ કરે તો જેલમાં જવુ પડે. મહારાષ્ટ્રના મંત્રાલયનો એક એવો કિસ્સો બહાર આવ્યો કે જેમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ જાહેર બાંધકામ ખાતાના એક સુપ્રિ. ઇજનેરની સામે ખાતાકિય તપાસ કરવા પોતાની સહી સાથે ફાઇલ પર આદેશ કર્યો. ફાઇલ વિભાગમાં પહોંચી ત્યારે તેમાં લાલ શાહીથી ઠાકરેના હસ્તાક્ષરની ઉપર એવુ લખેલુ હતું કે તપાસ બંધ કરવી…!!
મુખ્યમંત્રીએ કરેલા હસ્તાક્ષરવાળી ફાઇલમાં આ રીતે બનાવટી હુકમ કરનાર કોણ બહાદૂર નરબંકો છે તેની તપાસ માટે અજાણ્યા શખ્શો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં મંત્રાલયમાં સીએમઓમાંથી આ ફાઇલ કોની કોની પાસે પહોંચી અને કોણે કોણે નિયમાનુસાર તેમાં નોંધ કરી અને ક્યા તબક્કે આવી બનાવટી નોંધ કોણે કરી તેની તપાસ સૂ થઇ છે. બની શકે કે આ અગાઉ પણ સીએમની ફાઇલમાં કરાયેલા ઓદેશોમાં ફેરફારો થયા હોઇ શકે. સરકારી તંત્રમાં આ કિસ્સો બેજોડ કહી શકાય.
24 , 1