ICCએ WTC ચેમ્પિયનશિપના નિયમ બદલ્યા

જાણો ટીમોને હવે કઈ રીતે મળશે પોઈન્ટ્સ

આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી એડિશન માટે નવા નિયમ અને પોઈન્ટ્સ સિસ્ટમની જાહેરાત કરી દીધી છે. આ ચેમ્પિયનશિપ 2021થી 2023 સુધી રમાશે. આગામી મહિને ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ સીરિઝથી ચેમ્પિયનશિપની શરૂઆત થશે.

ટીમોને જીત માટે 12 પોઈન્ટ્સ મળશે અને મેચ ડ્રો થવા પર 4 પોઈન્ટ્સ મળશે અને ટાઈ થવા પર 6 પોઈન્ટ્સ મળશે.

આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ અધિકારી અને જૈફ એલારિડિસે કહ્યું કે, ફેરફાર પોઈન્ટ્સ સિસ્ટમને સરળ બનાવવા માટે કરાયા છે. આઈસીસીનું માનવું છે કે, તેણે અગાઉની એડિશનમાંથી બોધપાઠ લઈને આ ફેરફાર કર્યા છે.

નોંઘનીય છે કે, તાજેતરમાં જ આઈસીસીની પ્રથમ ચેમ્પિયનશિપ સમાપ્ત થઈ છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ વાર ટેસ્ટ ચેમ્પિયનશિપને પોતાના નામે કરી છે.

 20 ,  1