લોન્ચ પહેલા લીક થયો Mi 9X, જાણો તેની ખાસિયત અને કિંમત…

ચીનના સ્માર્ટફોન નિર્માતા કંપની શિયોમી આગામી મહિને ભારતીય બજારમાં તેના નવા હેન્ડસેટ એમઆઇ 9X લોન્ચ કરશે. હાલ આ સ્માર્ટફોન ડેવલોપિંગ સ્ટેજ પર છે, પરંતુ તેની માહિતી Weibo પર લીક થઈ ગઈ છે. એટલું જ નહીં આ વેબ સાઇટ પર Mi 9X ના સ્પેશિફિકેશન ઉપરાંત તેની કિંમત પણ લીક થઇ છે.

આપને જણાવી દઇએ આ ફોનની ખાસિયત જેમાં 48 મેગાપિક્સલનો બેક કેમેરા અને 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હશે. લીક થયેલી જાણકારી અનુસાર Mi 9Xમાં 6.4 ઇંચની ઓમલેડ ડિસ્પેલે છે, જેનો એક્સેક્ટ રેશિયો 19.5:9 અને રિઝોલ્યુશન 1080p છે.

જાણકારી અનુસાર આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 675 SOC છે. આ ઉપરાંત તેમાં 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ હોઈ શકે છે અને આ ફોન એન્ડ્રોઇડ 9 પાઇ પર આધારિત હશે. ફોનને પાવર કરવા માટે 3300 એમએએચ બેટરી છે, જે ક્વીક ચાર્જર સાથે આવશે. આ ફોનની કિંમત આશરે 30,000 રૂપિયાની આસપાસ હશે.

 64 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી