Xiaomiએ લોન્ચ કર્યો 48MP કેમેરા વાળો સ્માર્ટફોન, કિંમત છે ફક્ત આટલી….

ચાઈના સ્માર્ટફોન કંપની Xiaomiએ સૌપ્રથમ સસ્તો 48MP કેમેરા સાથે એક ફોન લોન્ચ કર્યો છે. તે ફોનનું નામ Redmi Note 7 Pro રાખવામાં આવ્યું છે. 13 તારીખના રોજ એક ફ્લેશનું આયોજન કરવામાં આવ્યું હતું તે ટૂંક જ સમયમાં આઉટ ઓફ સ્ટોક પણ થઇ ગયું હતું. આ સ્માર્ટફોનનું બીજું ફ્લેશ સેલ હવે 20 માર્ચના રોજ 12 વાગ્યાથી શરુ થશે.

ઉલ્લેખનિય છે કે થોડા દિવસો પહેલાં કંપની Redmi Note 7 Proના બે વેરિએન્ટ લોન્ચ કર્યા હતા. તેની લોન્ચિંગ બાદ ઘણા લોકો તેના સેલની રાહ જોઇ રહ્યા હતા. શાઓમી સ્માર્ટફોનને 4 GB અને 6 GB રેમવાળા બે ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

Redmi Note 7 Proના Specification નીચે પ્રમાણે છે :-

  • Redmi Note 7 Proમાં ઓક્ટા કોર ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 675 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
  • Redmi Note 7 Proમાં 6.3 ઇંચની ફૂલ એચડી+ડિસ્પ્લે આપવામાં આવી છે.
  • Redmi Note 7 Pro બિલકુલ નવી ‘Aura Design’ની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
  • Redmi Note 7 Proનું સૌથી મોટું આકર્ષણ કેન્દ્ર તેમાં આવેલ 48MPના કેમેરા પર છે. જેમાં Sony IMX 586 ઇમેજ સેંસર લાગેલું છે.
  • Redmi Note 7 Proમાં સેલ્ફી માટે 13MPનો કેમેરો આપવામાં આવ્યો છે.
  • Redmi Note 7 Proમાં 4,000 mAhની દમદાર બેટરી આપવામાં આવી છે.
  • ફોનના 4GB RAMની સાથે 64GBની ઇન્ટરનલ સ્ટોરેજ છે અને તેની કિંમત 13,999 રૂપિયા છે. જયારે 6GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ વાળા ફોનની કિંમત 16,999 રાખવામાં આવી છે.

 43 ,  3